મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીના 40 વર્ષીય સગર્ભા માયાબેન મારૂણીયાનું શ્વાસની બીમારીથી મોત


SHARE















મોરબીના 40 વર્ષીય સગર્ભા માયાબેન મારૂણીયાનું શ્વાસની બીમારીથી મોત

મોરબીના 40 વર્ષીય સગર્ભા માયાબેન મારૂણીયાનું શ્વાસની બીમારીથી મોત નીપજ્યું હતું. મૃતક માયાબેન 6 દીકરી અને 1 દીકરાને જન્મ આપ્યા બાદ આ આઠમી વખતે ગર્ભવતી થયા હતા.

મળતી માહિતી અનુસાર, મુળ થાનના માયાબેન સુરેશભાઈ મોરૂણીયા (40) હાલરહે.કુબેર ટોકીઝ પાછળ સોમેશ્વર રોડ મોરબી તા.7ના રોજ પોતાના ઘરે શ્વાસની બીમારી સબબ બેભાન થઈ ગયા હતા. તેમને તત્કાલ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. મોરબી પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.પરિવારજનોની પુછપરછમાં જાણવા મળેલ કે, માયાબેનને ત્રણ માસનો ગર્ભ હતો.તેમના પતિ છૂટક મજૂરી કામ કરે છે.માયાબેનનું પિયર વડિયા ગામ છે. તેઓ બે ભાઈ અને છ બહેનોમાં વચેટ હતા. માયાબેનને સંતાનમાં છ દીકરી અને એક દીકરો છે. સાત સંતાનો માતા વિહોણા થતા પરિવારમાં શોક છવાયો હતો.મૃતક ગર્ભવતી હોવાના કારણે ફોરેન્સિક પીએમ કરવા તજવીજ કરાઈ હતી






Latest News