વાંકાનેર નજીક વડસલ તળાવ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત, ઇજા પામેલ યુવાન સારવારમાં
મોરબીના બગથળાથી કાંતિપુર રોડને રીપેર કરો : કે.ડી.બાવરવા
SHARE
મોરબીના બગથળાથી કાંતિપુર રોડને રીપેર કરો : કે.ડી.બાવરવા
ગુજરાત સ્ટેટ આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી તેમજ મોરબી આપ પાર્ટીના અગ્રણી કાંતિલાલ ડી બાવરવા (કે.ડી.બાવરવા) એ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છેકે, મોરબી જીલ્લાના મોરબી તાલુકાના બગથળા ગામેથી કાંતિપુર ગામને જોડતો રસ્તો છેલ્લા કેટલાક સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે.જો કોઈ બીમાર વ્યક્તિને દવાખાને લઇ જવો હોય તો રસ્તામાં વધારે બીમાર થાય તેવી પરિસ્થિતિ છે.
વધુમાં ગામ લોકોને પોતાની રોજીરોટી માટે કે ખરીદી માટેના કારણોસર મોરબી જવું હોય તો ખુબજ તફ્લીક પડી રહી છે.તેથી આ રસ્તાને તાત્કાલિક રીપેર કરવો જરૂરી છે.જો આ કામને ધ્યાને લઇને તાત્કાલીક સુધારણા નહીં કરવામાં આવે તો ના છુટકે ગામ લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલાન્ત્મક કાયક્રમો આપવાની ફરજ પડશે તેથી આ બાબતે વહેલાસર યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવેલ છે









