મોરબી આર્ટ્સ કોલેજ ખાતે પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયુ, સ્મરણો વાગોળ્યા
SHARE
મોરબી આર્ટ્સ કોલેજ ખાતે પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયુ, સ્મરણો વાગોળ્યા
સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એનમહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે પૂર્વ વિદ્યાર્થી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ ટી.વાયની વિદ્યાર્થીનીઓ સોલંકી ભૂમિકા, સવાડીયા પૂનમ, સોલંકી ભારતીએ પ્રાર્થના થકી કર્યો હતો. બહોળી સંખ્યામાં પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
મુંબઈ અને દિલ્હીથી દૂર દૂરથી પણ વિદ્યાર્થીઓ ઉત્સાભેર કાર્યક્રમનો આનંદ માણવા આવ્યા હતા.મહેમાનોનું સ્વાગત અને પ્રાસંગિક કોલેજના જ પૂર્વ વિદ્યાર્થી તેમજ હાલમાં અધ્યાપક તરીકે ફરજ બતાવતા પ્રો. કે. આર. દંગીએ કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા તેમજ પોતાના પ્રતિભાવો પણ આપ્યા હતા. જેમાં ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ લેખક નીતિનભાઈ વડગામા, ડો. રાજેશ મકવાણા, ડૉ. સતીશ ડાંગર, જયેશભાઈ દવે, ડૉ. ભાવેશ જેતપરિયા, ડૉ. મયુર જાની વગેરે સિદ્ધ હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા. નીતિનભાઈ વડગામા અને ડો. રાજેશ મકવાણાએ પણ પોતાના વિદ્યાર્થી કાળના, તે સમયના ગુરુજનોના પોતાના સંસ્મરણો સર્વે મિત્રો સમક્ષ વાગોળ્યા હતા. સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રીશ્રી રજનીભાઈ મહેતા તેમજ ટ્રસ્ટીશ્રી દેવાંગભાઈ દોશી પણ ઉપસ્થિત રહ્યા હતા.
કોલેજના આચાર્ય ડૉ.રામભાઈ વારોતરીયાએ પૂર્વ વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં જોડાવા સંદર્ભે અભિનંદન પાઠવ્યા હતા. તથા સર્વેને વર્તમાન કોલેજના પરિસરથી વાકેફ કરાવ્યા હતા. પ્રા જે એમ કાથડ, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.અતુલભાઇ ધ્રુવ, ડૉ.નાજાભાઈ કોડીયાતર તથા સ્ટાફ પરિવાર અને એન એસ એસના સ્વયંસેવકોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જેહમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.કવિતાબા ઝાલાએ કર્યું હતું. કાર્યક્રમની પૂર્ણાહુતિ આભારવિધિ પ્રા જે. એમ. કાથડે કરી હતી. સર્વે ઉપસ્થિતજનોએ સાથે મળીને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો. તેમજ પરિસરમાં ક્લાસરૂમમાં અને પુસ્તકાલયમાં બેસીને પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના જુના સંસ્મરણો તાજા કરી ઉત્સાહભેર કાર્યક્રમને માણ્યો હતો.









