ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી મોરબી નજીક એસટીની બસની પાછળ બસ ઘૂસી જતાં 10 થી વધુ મુસાફરોને નાના મોટી ઇજા મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન મોરબીમાં તા.૩૦ ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો ઉર્ષ મુબારક મોરબીના લાતી પ્લોટમાંથી દારૂની 4 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટની દીકરના જન્મદિવસની કરાઇ પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

જો મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં રશિયામાં નામ જશે તો તે ભારત કયારે પણ પાછો નહીં આવે, જીવિત રહેશે કે કેમ તે પણ પ્રશ્નાર્થ: એડ્વોકેટ દીપા જોસેફ


SHARE











જો મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં રશિયામાં નામ જશે તો તે ભારત કયારે પણ પાછો નહીં આવે, જીવિત રહેશે કે કેમ તે પણ પ્રશ્નાર્થ: એડ્વોકેટ દીપા જોસેફ

મોરબીના સાહિલ માજોઠી નામના યુવાનને હાલમાં યુક્રેનના કીવી ખાતે આવેલ ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે અને તે યુવાનને ત્યાંથી પરત ભારત પાછો લાવવા માટે તેને તેની માતા દ્વારા જુદી જુદી જગ્યા ઉપર રજૂઆતો કરવામાં આવી રહી છે દરમિયાન તેના દિલ્હી હાઇકોર્ટના વકીલ થોડા સમય પહેલા યુક્રેનના કિવ ખાતે જ્યાં સાહિલને રાખવામાં આવેલ છે ત્યાં પહોચ્યા હતા અને ત્યારબાદ હાલમાં તેઓનો વધુ એક વિડીયો સામે આવેલ છે જેમાં તેઓ કહી રહ્યા છે જો કે, વહેલી તકે જો સાહિલને ભારત પાછો નહિ લાવવામાં આવે અને જો યુદ્ધ કેદીઓને ટ્રાન્સફરના લિસ્ટમાં સાહિલ માજોઠીનું નામ રશિયા પાસે જશે તો તે રશિયાથી ક્યારે પણ ભારત પાછો નહીં આવે અને તે જીવતો રહેશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે.

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા હસીનાબેન માજોઠીનો દીકરો સાહિલ માજોઠી વર્ષ 2024 માં રશિયા ખાતે અભ્યાસ કરવા માટે ગયો હતો ત્યાં તે પાર્ટ ટાઈમ કુરિયર સર્વિસનું કામ કરતો હતો દરમિયાન તેને આપવામાં આવેલ પાર્સલની અંદર ડ્રગ્સ છે તેવું કહીને તેને પકડવામાં આવ્યો હતો અને પાર્સલ ક્યાંથી આવ્યું તે વિશેની સંપૂર્ણ માહિતી સાહિલ માજોઠીએ રશિયન પોલીસને આપી દીધી હતી તેમ છતાં પણ સાહિલ માજોઠી સામે કેસ ચલાવીને તેને સાત વર્ષની સજા કરવામાં આવી હતી જેથી તે રશિયાની જેલમાં હતો દરમિયાન યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં યુદ્ધ લડવા માટે થઈને તેને અલગ અલગ પ્રકારના પ્રલોભનો આપવામાં આવ્યા હતા અને અંતે તેને ટેકનિકલ કામ કરવાનું છે તેવું કહીને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે થઈને મોકલવામાં આવ્યો હતો જો કે, સાહિલ માજોઠીએ યુક્રેન બોર્ડર ઉપર જઈને યુદ્ધ લડવાના બદલે ત્યાં આત્મસમર્પણ કર્યું હતું અને ત્યારથી તેને યુક્રેનના કિવ ખાતે આવેલ ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે

જ્યારે સાહિલ માજોઠીનો યુક્રેનથી પહેલો વિડિયો સામે આવ્યો ત્યારે તેના માતા સહિતના પરિવારજનોને ખબર પડી હતી કે તેમનો દીકરો યુક્રેન ખાતે છે જેથી કરીને તેને પરત લાવવા માટેના પ્રયાસ તેઓએ શરૂ કર્યા હતા અને ગુજરાત સરકાર તથા ભારત સરકારમાં રજૂઆતો કરી હતી તેમજ દિલ્હી હાઇકોર્ટ સુધી આ મામલો પહોંચ્યો હતો અને ત્યારબાદ દિલ્હી હાઇકોર્ટના તેમના વકીલ દીપા જોસેફ થોડા સમય પહેલા યુક્રેડના કિવ ખાતે જે ડિટેન્શન સેન્ટર ખાતે સાહિલ માજોઠીને રાખવામાં આવેલ છે ત્યાં પહોંચ્યા હતા ત્યાં સાહિલનો ઇન્ટરવ્યૂ કર્યો હતો જે સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલા વાયરલ થયો હતો.

ત્યારબાદ દીપા જોસેફના હાલમાં વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે કોઈપણ દેશ વચ્ચે જ્યારે યુદ્ધ ચાલુ હોય ત્યારે યુદ્ધ કેદીઓને પકડવામાં આવ્યા હોય તો તેને એક્સચેન્જ કરવામાં આવતા હોય છે તેવી જ રીતે જો યુક્રેન અને રશિયા વચ્ચે હાલમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં જે યુદ્ધ કેદીઓને બંને દેશ દ્વારા પકડવામાં આવ્યા હોય તેને એક્સચેન્જ કરવા માટેનું લિસ્ટ આપવામાં આવશે અને તેમાં યુક્રેન તરફથી લિસ્ટમાં સાહિલ માજોઠીનું રશિયા ખાતે નામ મોકલવામાં આવશે તો સાહિલ માજોઠી ભારત પાછો ક્યારેય આવશે નહીં.

વધુમાં તેઓએ કહ્યું છે કે, સાહિલે અગાઉ મુકેલા વીડિયોની અંદર રશિયામાં કઈ રીતે તેની સાથે શું બનાવ બન્યો હતો તેના વિશેની અને રશિયન આર્મી દ્વારા તેને કઈ રીતે યુક્રેન બોર્ડર ઉપર મોકલવામાં આવ્યો છે તે સહિતની તમામ માહિતી આપી હતી જેના કારણે જો યુદ્ધ કેદીઓના ટ્રાન્સફરમાં સાહિલ માજોઠીને રશિયા ખાતે મોકલવામાં આવશે તો તેની રશિયામાં મુશ્કેલીઓ વધી શકે છે અને તે જીવિત રહેશે કે કેમ તે પણ કહેવું હાલમાં મુશ્કેલ છે. જેથી ભારત સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે સાહિલ માજોઠીને યુક્રેનથી ભારત લાવવા માટેના પ્રયાસો કરવામાં આવે તે જરૂરી છે.






Latest News