મોરબીમાં નિ:સંતાનપણાનું લાગી આવતા ગળેફાંસો ખાતા પરિણીતાનું મોત
મોરબી નજીકના ચરાડવા પાસે એસટીની વોલ્વો બસના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે વૃધ્ધનું મોત
SHARE









મોરબી નજીકના ચરાડવા પાસે એસટીની વોલ્વો બસના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે વૃધ્ધનું મોત
મોરબી હળવદ હાઈવે ઉપર આવેલ ચરાડવા ગામ નજીક પાવર હાઉસ પાસેથી પસાર થતા ડબલ સવારી બાઇકને એસટીની વોલ્વો બસના ચાલકે અડફેટે લીધૂ હતું જેથી કરીને બાઇક ઉપર જઇ રહેલા બન્ને વ્યક્તિને ઈજા થઈ હતી અને તેમાં વધુ ઇજા થવાથી વૃદ્ધનું મોત નીપજ્યું હતું અને અન્ય વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે લઈ ગયા હતા હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ એસ.ટી.ની વોલ્વો બસના ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ હાઈવે ઉપર આવેલ ગામે ચરાડવા ગામે ગોપાલ નગરમાં રહેતા અશ્વિનભાઈ બાબુભાઈ ચૌહાણ (ઉંમર ૩૬) એ હાલમાં વોલ્વો બસ નંબર જીજે ૭ વાયઝેડ ૬૫૩૯ ની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે વોલ્વો બસનો ચાલક પોતાની બસ લઈને ચરાડવા ગામ પાસે આવેલ પાવરહાઉસ પાસેથી પસાર થતો હતો ત્યારે તેના પિતા બાબુભાઈ ઉર્ફે ગણેશભાઈ અમરશીભાઈ ચૌહાણના મોટરસાયકલ નંબર જીજે ૩૬ એચ ૫૮૭૨ ને વોલ્વોના ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે ફરિયાદીના પિતા બાબુભાઈ અમરશીભાઈ ચૌહાણનું મૃત્યુ નીપજ્યું હતું અને તેની સાથે બાઈક ઉપર બેઠેલા નિલેશભાઈ પ્રભુભાઈ લખતરિયાને નાના મોટી ઇજાઓ થઇ હોવાથી તેઓને સારવાર માટે લઈ ગયા હતા અને હાલમાં હળવદ તાલુકા પોલીસે મૃતક વૃધ્ધના દિકરાની ફરિયાદ લઈને વોલ્વો બસના ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
