મોરબી નજીકના ચરાડવા પાસે એસટીની વોલ્વો બસના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે વૃધ્ધનું મોત
મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી ગુમ થયેલ ત્રીજી સગીરા બસ સ્ટેશનમાથી મળી આવી
SHARE









મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી ગુમ થયેલ ત્રીજી સગીરા બસ સ્ટેશનમાથી મળી આવી
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલય ખાતે રાખવામાં આવેલ ત્રણ સગીરાઓ અગાઉ કોઈને કશું કહ્યા વગર નીકળી ગઇ હતી જેમથી બે ત્યારે જ મળી આવી હતી જો કે, એક સગીરા મળી ન હતી જેથી કરીને ગુનો નોંધાયો હતો તે સગીરા હાલમાં બસ સ્ટેશનમાંથી મળી આવી છે
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યયાલયમાં રાખવામાં આવેલ ત્રણ સગીરાઓ થોડા દિવસો પહેલા કોઈને કશું કહ્યા વગર નીકળી ગઇ હતી જેથી સંસ્થાના સંસ્થાના સંચાલકો દ્વારા શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ત્રણ પૈકીની બે સગીરને ત્યારે શોધી કાઢી હતી જો કે, સમાજ કલ્યાણ વિભાગના સુપ્રિટેન્ડન્ટ નિરાલીબેન જે.જાવીયા બી ડિવિઝન પોલીસ મથક ખાતે અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ગુમ થયેલ સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી અને મોરબી બી ડિવિઝન પીઆઈ વી.એલ.પટેલ સહિતની ટીમ સગીરને શોધી રહી હતી દરમ્યાન આ સગીરા મોરબીના નવા બસ સ્ટેશનમાથી મળી આવી છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે
