મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી ગુમ થયેલ ત્રીજી સગીરા બસ સ્ટેશનમાથી મળી આવી
મોરબીના સામાકાંઠે રહેતા પરિવારની સગીરાનું અપહરણ
SHARE









મોરબીના સામાકાંઠે રહેતા પરિવારની સગીરાનું અપહરણ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એક સિરામિક યુનિટમાં રહીને મજૂરીકામ કરતા મૂળ અરવલ્લીના પરિવારની સગીરવયની દિકરીનું અપહરણ કરવામાં આવ્યું હોય પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એક સિરામિક યુનિટમાં રહેતા અને મૂળ અરવલ્લીના મજુર પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે જયદીપ રમેશભાઇ ચૌહાણ રહે.નાની ઈન્દ્રાણ તાલુકો લાયડ જીલ્લો અરવલ્લીનો રહેવાસી શખ્સ અપહરણ કરી ગયો હતો.જેથી કરીને ભોગ બનેલ સગીરાના પિતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે બનાવ સંદર્ભે જયદિપ ચૌહાણ નામના ઈસમ વિરુદ્ધ અપહરણ અંગે ફરિયાદ નોંધાવતાં હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પીઆઈ વી.એલ.પટેલ દ્વારા આરોપી જયદિપ ચૌહાણ વિરુદ્ધ કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો એકટની કલમો હેઠળ ગુનો નોંધીને ભોગ બનેલી સગીરાને શોધવા અને આરોપીને શોધવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના લાયન્સનગર વિસ્તારમાં દેવીપુજકવાસમાં રહેતા ધનુબેન અશોકભાઈ સંખેશરીયા નામની ૪૩ વર્ષીય મહિલા અહીંની વિજય ટોકીઝ પાસેથી પગપાળા જતા હતા તે સમયે અજાણ્યા બાઇક ચાલકે તેણીને હડફેટે લેતા ધનુબેનને સારવારમાં મધુરમ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે મોરબીના ગાળા ગામનો રહેવાસી હિરેન રામજીભાઈ કાચરોલા નામનો ૨૯ વર્ષીય યુવાન બાઈક લઇને મોરબીની લાતી પ્લોટ શેરી નંબર-૨ વિસ્તારમાંથી જતો હતો ત્યારે બાઇકમાંથી અકસ્માતે પડી જતાં તેને સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો.
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે રહેતા ટ્વીંકલબેન જેકીનભાઈ ભીમાણી નામની ૩૨ વર્ષીય મહિલાને પાડોશી સાથે મારામારીના બનાવમાં ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા સુનીલ અવચર બારૈયા નામના ૩૨ વર્ષીય યુવાનને પણ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.
