હળવદમાં આંગડિયા પેઢીના કર્મચારીનું ધ્યાન ચૂકવીને ગઠીયો 40 લાખ લઈને ફરાર
SHARE









હળવદ શહેરમાં આવેલ વિવેકાનંદ સ્કૂલ ની બાજુમાં આંગડીયા પેઢીના કર્મચારીની કારમાંથી ગઠીયો 40 લાખ રૂપિયા ઉઠાવી ગયો છે જેથી હાલમાં આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને તેના આધારે રોકડ રૂપિયા લઇ ગયેલ ગઠીયાને શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે
મોરબી જીલ્લાના વાંકાનેરમાં જિનના ભાગીદારોની કાર ઉપર પથ્થરમારો કર્યા બાદ તેની પાસેથી ૨૭ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી તે બનાવની શાહી હજુ સુકાઇ નથી ત્યાં આજે હળવદ શહેરની મધ્યમાં આવેલ વિવેકાનંદ સ્કૂલની બાજુમાં પીએમ આંગડીયા કર્મચારીને કારમાંથી ઓઇલ પડે છે તેવું કહીને ગઠિયો કર્મચારીની કારમાંથી રોકડા 40 લાખ રૂપિયા લઇ ગયેલ છે જે બનાવની હાલમાં ભોગ બનેલા કર્મચારી દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે જેથી કરીને હળવદના પીઆઇ સહિતનો કાફલો હાલમાં ઘટનાસ્થળે પહોંચ્યો છે અને જે જગ્યાએ કાર મુકવામાં આવી હતી અને ત્યાંથી ગઠિયો 40 લાખ રૂપિયાની રકમ કારમાંથી ઉઠાવી ગયો હોવાની વાત પણ સામે આવી રહી છે તેની આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને આરોપી સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે
