હળવદમાં આંગડિયા પેઢીના કર્મચારીનું ધ્યાન ચૂકવીને ગઠીયો 40 લાખ લઈને ફરાર
મોરબી સીટી માલમતદાર કચેરીમાં રેશન કાર્ડની કામગીરી શરૂ કરવાની માંગ
SHARE









મોરબી સીટી માલમતદાર કચેરીમાં રેશન કાર્ડની કામગીરી શરૂ કરવાની માંગ
મોરબી સીટી માલમતદાર કચેરીમાં નાયબ મામલતદાર પુરવઠા તથા બે ઓપરેટરોની નિમણુંક થઇ ગઇ છે. છતાં રેશનકાર્ડની કામગીરી મોરબીના લલબાગમાં આવેલ સેવા સદનમાં ચાલે છે જેથી કરીને મોરબીના આડત્રીસ સસ્તા અનાજ ડીપોના કામકાજ સીટી મામલતદારમાં આવે તો લોકોને સામાકાંઠાના ધકકા થાય છે તો રેનકાર્ડની કામગીરી તાત્કાલીક મોરબી સીટી મામલતદાર કચેરીમાં શરૂ કરવામાં આવે તેના માટે કલેકટર તથા ઉચ્ચ અધિકારીને મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ રજુઆત કરેલ છે
મોરબી સીટી મામલતદારની કચેરીમાં જાણવા પ્રમાણે ઘણાં સમયથી નાયબ મામલતદાર પુરવઠા તેમજ બે ઓપરેટરોનું મહેકમ મંજુર થયેલ છે અને મોરબીમાં ૩૮ સસ્તા અનાજના ડીપો આવેલ છે તેની રેશનકાર્ડની કામગીરી ત્યાં કરવાની હોય છે જો કે, તે કામ આજની તારીખે પણ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ તાલુકા સેવાસદનમાં થાય છે જેથી કરીને રેશનકાર્ડના કામા માટે ત્યાં જવું પડે છે જેથી કરીને લોકોનો સમય અને રૂપિયા બગડે છે જેથી તાત્કાલીક મોરબી સીટીમાં અલગ કામ કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા અને મંત્રી રામભાઇ મહેતા દ્વારા માંગ કરવામાં આવી છે
