મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદમાં આંગડિયા પેઢીના કર્મચારીનું ધ્યાન ચૂકવીને ગઠીયો 40 લાખ લઈને ફરાર


SHARE









હળવદ શહેરમાં આવેલ વિવેકાનંદ સ્કૂલ ની બાજુમાં આંગડીયા પેઢીના કર્મચારીની કારમાંથી ગઠીયો 40 લાખ રૂપિયા ઉઠાવી ગયો છે જેથી હાલમાં આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને તેના આધારે રોકડ રૂપિયા લઇ ગયેલ ગઠીયાને શોધવા માટે  પોલીસે તપાસ શરૂ કરી છે

મોરબી જીલ્લાના વાંકાનેરમાં જિનના ભાગીદારોની કાર ઉપર પથ્થરમારો કર્યા બાદ તેની પાસેથી ૨૭ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી તે બનાવની શાહી હજુ સુકાઇ નથી ત્યાં આજે હળવદ શહેરની મધ્યમાં આવેલ વિવેકાનંદ સ્કૂલની બાજુમાં પીએમ આંગડીયા કર્મચારીને કારમાંથી ઓઇલ પડે છે તેવું કહીને ગઠિયો કર્મચારીની કારમાંથી રોકડા 40 લાખ રૂપિયા લઇ ગયેલ છે જે બનાવની હાલમાં ભોગ બનેલા કર્મચારી દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે જેથી કરીને હળવદના પીઆઇ સહિતનો કાફલો હાલમાં ઘટનાસ્થળે પહોંચ્યો છે અને જે જગ્યાએ કાર મુકવામાં આવી હતી અને ત્યાંથી ગઠિયો 40 લાખ રૂપિયાની રકમ કારમાંથી ઉઠાવી ગયો હોવાની વાત પણ સામે આવી રહી છે તેની આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને આરોપી સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે




Latest News