મોરબીના નીચી માંડલ પાસે નર્મદાની કેનાલમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
SHARE
મોરબીના નીચી માંડલ પાસે નર્મદાની કેનાલમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ અજાણ્યા યુવાનો મૃતદેહ પડ્યો હોવાની ગામના સરપંચ દ્વારા મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી જેથી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને કેનાલમાંથી મૃતક યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નીચી માંડલ ગામના સરપંચ પ્રદીપભાઈ કુંડારિયા દ્વારા મહાપાલીકાના ફાયર વિભાગ ખાતે જાણ કરવામાં આવી હતી કે નીચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો છે જેથી ફાયરની ટીમ તાત્કાલિકની ઘટના સાથે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ડેડબોડીને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તાલુકા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.