શિક્ષણ માટે સમર્પણ: માળીયા મિયાણાના ખેડૂતે પ્રાથમિક શાળા માટે પોતાની કિંમતી જમીન દાનમાં આપી
મોરબીના કૈલાસનગરમાં મંજૂરી વગર ચાલતા 11 મકાનનું બાંધકામોને સીલ કરતી મહાપાલિકા
SHARE
મોરબીના કૈલાસનગરમાં મંજૂરી વગર ચાલતા 11 મકાનનું બાંધકામોને સીલ કરતી મહાપાલિકા
મોરબી શહેરી વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવતા હોય ત્યાં મહાપાલિકાની ટીમ દ્વારા હવે સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે દરમિયાન મોરબીના કૈલાસનગર વિસ્તારની અંદર રહેણાંક મકાન માટેના મંજૂરી વગરના ગેરકાયદે બાંધકામો કરવામાં આવી રહ્યા હતા જેથી મહાપાલીકાની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈને ગેરકાયદે બાંધકામોને સીલ કરવામાં આવ્યા છે અને શહેરના કોઈપણ વિસ્તારમાં મંજૂરી વગર બાંધકામો કરવામાં આવતા હશે તો આ જ પ્રકારે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવુ અધિકારીએ જણાવેલ છે.
મોરબી મહાપાલિકાની ટીમ દ્વારા થોડા દિવસો અગાઉ નાની કેનાલ રોડ ઉપર એપાર્ટમેન્ટનું બાંધકામ મંજૂરી વગર ગેરકાયદે કરવામાં આવતું હોવાના કારણે ત્યાં નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ તે બાંધકામ ચાલુ રાખવામાં આવતા મહાપાલિકાની ટીમે સ્થળ ઉપર જઈને બાંધકામને સીલ મારેલ છે આવી જ રીતે મોરબીના રણછોડ નગર વિસ્તારની અંદર અમરેલી નજીક કૈલાસનગર વિસ્તારમાં મંજૂરી વગર 11 રહેણાંક મકાન માટેનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું અને ત્યાં અગાઉ નોટિસ આપવામાં આવી હતી છતાં બાંધકામ કરવામાં આવી રહ્યું હતું જેથી કરીને મહાપાલીકાની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈને ગેરકાયદેસર બાંધકામ રોકવા માટે થઈને મંજૂરી વગર ચાલી રહેલા બાંધકામની સાઈટ ઉપર સીલ મારી દેવામાં આવ્યું છે વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે મંજૂરી વગર કે નિયમ વિરોધનુ કોઈ પણ પ્રકારનું બાંધકામ કરનાર સામે હવે મહાપાલિકાની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગેરકાયદેસર બાંધકામ કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં જેથી શહેરીજનો દ્વારા બાંધકામ કરતાં પૂર્વે મહાપાલિકાની જરૂરી મંજૂરી મેળવી લીધા બાદ વિકાસ કામ શરૂ કરવામાં આવે તે જરૂરી છે નહીં તો નોટીસ અને મિલકત સીલ કરવા સુધીના પગલા મહાપાલિકા દ્વારા લેવામાં આવશે.