માળિયા (મી)ના સરવડ ગામે વાજતે ગાજતે CISF ની સાયકલ યાત્રાનું સ્વાગત-સન્માન કરાયું
ટંકારાના વીરપર ગામે પથરીવસ થઈ ગયેલ સાસુની સેવા કરતી પરિણીતાએ ડિપ્રેશનમાં આવીને અણધાર્યું પગલું ભર્યું
SHARE
ટંકારાના વીરપર ગામે પથરીવસ થઈ ગયેલ સાસુની સેવા કરતી પરિણીતાએ ડિપ્રેશનમાં આવીને અણધાર્યું પગલું ભર્યું
ટંકારાના વીરપર ગામે રહેતી મહિલાના સાસુને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો અને તેઓને પગે સોજા ચડતા હતા જેથી છેલ્લા એક વર્ષથી તેઓ પથારીમાં હતા માટે પરણીતા બહારગામ જઈ શકતી ન હતી અને સતત વિચાર અને ડિપ્રેશનના કારણે તે મહિલાએ પોતાના ઘરે ઘઉંમાં નાખવાનો પાવડર પાણીમાં ઓગાળીને પી લેતા ઝેરી અસર થવાને કારણે તે મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા નેહલબેન રાજેશભાઈ બાબરવા (37)એ પોતે પોતાના ઘરે હતા ત્યારે ઘઉંમાં નાખવાનો પાવડર પાણીમાં ઓગાળીને પી લીધો હતો જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાના કારણે તે મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હાલમાં રાજકોટ ખાતે આવેલ મહારાણા પ્રતાપ ટાઉનશિપ શિવાલય ચોક રેલનગર ખાતે રહેતા કૌશિકભાઈ નટવરલાલ ઠાકર (30)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ હાથ કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના સાસુ જબુબેનને હાર્ટ એટેકનો હુમલો આવેલ હતો અને તેઓને હાથે પગે સોજા ચડતા હતા જેથી તેઓ છેલ્લા એક વર્ષથી પથારીમાં હતા અને મૃતક મહિલા તેની સેવા ચાકરી કરતી હતી જેથી કરીને તે ક્યાંય બહાર ગામ જઈ શકતી ન હતી માટે સતત વિચાર અને ડિપ્રેશનના કારણે પોતે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાહન અકસ્માત
મોરબીના રવાપર રોડ બાપાસીતારામ ડેરી નજીક એકટીવા સ્લીપ થવાના અકસ્માત બનાવમાં ઈજા થતાં મહેશભાઈ છગનભાઈ ખાવડીયા (૪૭) રહે.'જીવંતિકા' મારૂતિનગર રવાપર રોડને સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના કાલિકા પ્લોટ મસ્જિદ પાછળના વિસ્તારમાં રહેતા ઝરીનાબેન વલીમામદ સંધિ નામના ૫૦ વર્ષીય આધેડ મહિલાને તેમના કરે ધોકા વડે મારામારીમાં ઈજા થઈ હોય સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.તેમજ મોરબીની પીપળીયા ચોકડી માળીયા હાઇવે ખાતે રહેતો શકીલ અબ્દુલભાઈ કમોરા નામનો ૨૦ વર્ષનો યુવાન પીપળીયા ચોકડીથી એકટીવા લઈને આદિપુર (કચ્છ) જતો હતો.ત્યારે રસ્તામાં એકટીવા સ્લીપ થયેલ હોય ઈજા પામતા સારવાર માટે અહીંની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે માળીયા મિંયાણા ખાતે વિશાલા હોટલ પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા અલીના તાજમહંમદ ખોડને સારવાર માટે લઇ મવાયો આવ્યા હતા.
વૃદ્ધ સારવારમાં
મોરબીના વાવડી રોડ સોમૈયા સોસાયટીના ગેઇટ પાસેથી સાયકલ લઈને જતા વખતે કાર ચાલકે હડફેટે લેતા પોપટભાઈ ચંદ્રકાંતભાઈ મહામુનીમ (૭૪) રહે.પટેલ વાડી સામે વાવડી રોડ મોરબીને ઇજાઓ થયેલ હોવાથી સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે સુરેન્દ્રનગરના દુધરેજ રોડ ઉપર લક્ષ્મીપરા ખાતે રહેતા નિયામતબેન હુશેનભાઇ સુમરા નામના ૫૦ વર્ષીય મહિલા બાઇકના પાછળ બેસીને મોરબીના શનાળા રોડ ઉરથી જતાં હતા.ત્યારે મહેશ હોટલ સામે સ્લીપ થતા અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.