મોરબીની માળિયા ફાટક ચોકડીએ ટ્રક કન્ટેનરના ચાલકે એકટીવાને કચડી નાખ્યું: ઇજા પામેલ મહિલા સારવારમાં
ટંકારાના વીરપર પાસે અકસ્માત: ક્રેટા ગાડીના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
SHARE
ટંકારાના વીરપર પાસે અકસ્માત: ક્રેટા ગાડીના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામ યુવાને રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ક્રેટા ગાડીને ચાલકે તે યુવાનની રીક્ષાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથામાં ગંભીર ઈજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્નીએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબીના વજેપર શેરી નંબર 15 માં રહેતા માલતીબેન જયંતીભાઈ ખાણધર (32)એ હાલમાં ક્રેટા ગાડી નંબર જીજે 20 સીબી 7777 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામ પાસે જય દ્વારકાધીશ હોટલ સામે રસ્તા ઉપરથી તેઓના પતિ જયંતીભાઈ નરસીભાઈ ખાણધર પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે 3 એડબલ્યુ 0246 લઈને પસાર થઈ રહ્યા હતા દરમ્યાન ક્રેટા કારના ચાલકે તેઓની રીક્ષાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ફરિયાદીના પતિને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મારામારીમાં ઇજા
મોરબી નજીકના બેલા ગામ પાસે સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઋષભભાઈ રાયમલભાઈ જાદવ (20) નામના યુવાનને ઈજા થવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબીના રંગપર ગામ પાસે આવેલ સિરામિક કારખાના નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં રાજવીર ઉદયભાઇ, છોટુ ઉદયભાઇ, સુમન ઉદયભાઇ અને ચંદન મહંતો નામના ચાર વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી