મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે પોતાની વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીના પાનેલી ગામે પોતાની વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબીના પાનેલી ગામે રહેતો યુવાન પોતાની વાડીએ હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી નજીકના પાનેલી ગામે રહેતા પેથાભાઇ ભાણાભાઈ ચંદ્રેશાણીયા (21) નામના યુવાને પોતે પોતાની વાડીએ હતો ત્યારે ગત તા. 29/1 ના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું તા 31/1 ના રોજ મોડી સાંજે મોત નીપજ્યું હતું જેથી કરીને આપઘાતના આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાની ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના બી.જી.દેત્રોજા ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબીમા ઘુચરની વાડી ખાતે રહેતા ખુશ્બુબેન અવચરભાઈ ડાભી (19) નામની યુવતી બાઇકમાં બેસીને વાવડી રોડ ઉપર આવેલ સતનામ ગૌશાળા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થયું હતું જે બનાવમાં ઈજા પામેલ યુવતીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.




Latest News