મોરબીમાં આવેલ માધાપરવાડી કન્યા શાળામાં ફ્રિ નિદાન-સારવાર કેમ્પ યોજાયો મોરબીમાં ઠંડીમાં 36 ઘર વિહોણા લોકોને આશ્રયસ્થાન પૂરું પડતી મનપા મોરબીના મુમુક્ષુ વિધિબેને 28 વર્ષે જૈન દીક્ષા લીધી: લીંબડીમાં સંયમનો માર્ગ અપનાવી આત્મકલ્યાણનો સંદેશ આપ્યો પ્રેરણાદાઈ નિર્ણય: મોરબીમાં વૃદ્ધનું રાજકોટ ખાતે સારવારમાં બ્રેનડેડ થતાં બે કિડની-લીવરનું આંગદાન કરાયું મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપની દ્વારા વળતરની સ્પષ્ટતા વગર થતું કામ તાત્કાલિક રોકવાની ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની માંગ રવિ સીઝન ૨૦૨૬-૨૭: રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રૂ.૨૫૮૫ ના ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરશે વિશ્વ કેન્સર દિવસ: કેન્સર સામે રક્ષણ મેળવવા યોગ, આયુર્વેદ અને સાત્વિક આહારનો સમન્વય જરૂરી: ૪ ફેબ્રુઆરીએ સવારે ૭ કલાકે ડિજિટલ માધ્યમથી જોડાવા મોરબીવાસીઓને આહવાન મોરબીના ટંકારા ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી સામે સભા: ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની ત્રણ રેડ: 128 બોટલ દારૂ-68 બીયરના ટીન કબ્જે, બે આરોપી પકડાયા: ત્રણની શોધખોળ


SHARE











મોરબીમાં દારૂની ત્રણ રેડ: 128 બોટલ દારૂ-68 બીયરના ટીન કબ્જે, બે આરોપી પકડાયા: ત્રણની શોધખોળ

મોરબીના સનાળા ગામે રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 123 બોટલ દારૂ તથા 63 બિયરના ટીમળી આવ્યા હતા જેથી કુલ મળીને 1,55,760 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો જો કે, ઘરધણી હાજર હોય હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ ચાર શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના સનાળા ગામે રહેતા મહાવીરસિંહ ધીરુભાઈ ઝાલાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 123 બોટલ તેમજ 63 બિયરના ટીમળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને 1,55,760 ની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોય હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઘરધણી મહાવીરસિંહ ધીરુભાઈ ઝાલા તથા હરેશભાઈ નરસીભાઈ દેવાયતકા રહે. રાજકોટ, સાગર ઉર્ફે લાલો નારણભાઈ ચાવડા રહે. સનાળા તેમજ નારણભાઈ આહિર રહે. ભચાઉ વાળાની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરે છે.

મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસેથી કાર નંબર જીજે 12 ઇઇ 0601 પસાર થઈ રહી હતી જેને એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા રોકીને ચેક કરવામાં આવતા તેમાંથી 6 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 720 ની કિંમતનો બિયરનો જથ્થો તથા કાર કબજે કરવામાં આવી હતી અને આરોપી હરેશભાઈ નરસીભાઇ દેવાયતકા (33) રહે. સેટેલાઈટ ચોક, રાજ રેસીડેન્સી મોરબી રોડ રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મહાવીરસિંહ ધીરુભાઈ ઝાલા રહે. સનાળા મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબી શહેરમાં જુના બસ સ્ટેન્ડ રોડ ઉપર વિજય ટોકીઝ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની પાંચ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 600 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મહીપતભાઈ રણછોડભાઈ દેત્રોજા (34) રહે. હકાભાઇ ભરવાડના મકાનમાં શીતળા માં ના મંદિર પાસે મફતીયાપરામાં ધાંગધ્રા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.






Latest News