મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: મોરબીમાં પોલીસે સોનાના ૪ બિસ્કીટ, ચેન, પેન્ડલ તેમજ ૨૨ મોબાઈલ સહિત ૬૨.૬૩ લાખનો મુદામાલ મૂળ માલિકને પરત કર્યો


SHARE







તેરા તુજકો અર્પણ: મોરબીમાં પોલીસે સોનાના ૪ બિસ્કીટ, ચેન, પેન્ડલ તેમજ ૨૨ મોબાઈલ સહિત ૬૨.૬૩ લાખનો મુદામાલ મૂળ માલિકને પરત કર્યો

મોરબી એ ડિવિઝન પોલીસે “CEIR” પોર્ટલના ઉપયોગથી મોરબીમાંથી લોકોના ખોવાયેલા ૨૨ મોબાઈલ ફોન જેની કિંમત ૪,૧૩,૦૮૯ તેમજ એક વ્યક્તિનું એક સોનાનું પેન્ડલ જેની કિંમત ૬,૦૦,૦૦૦ તથા બળજબરી પુર્વક કઢાવી લિધેલ સોનાના બીસ્કીટ નંગ ૪ તથા સોનાનો ચેન આમ કુલ મળી ૬૨,૬૩૦૮૯ નો મુદામાલ અરજદારોને પોલીસ સ્ટેશને બોલાવીને પરત આપવામાં આવ્યો હતો.

મોરબી જીલ્લા એસપી મુકેશકુમાર પટેલ અને ડીવાયએસપી જે.એમ.આલ ના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઈ આર.એસ.પટેલ અને તેઓની ટીમ કામ કરી રહી છે તેવામાં મોરબીના લોકોના ખોવાયેલ કે ચોરાયેલા મોબાઈલ માટરજી લઈને તપાસ કરવામાં આવી રહી હતી. દરમ્યાન મોરબી એ ડિવિઝન પોલીસે “CEIR” પોર્ટલના ઉપયોગથી લોકોના ખોવાયેલા ૨૨ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા અને ૪,૧૩,૦૮૯ ની કિંમતના મોબાઇલ લોકોને એ ડિવિઝન પોલીસ સ્ટેશને બોલાવીને પરત આપવામાં આવેલ છે.

આ ઉપરના હની ટ્રેપમાં ફસાયેલા ખેડૂત પાસેથી સોનાના ૪ બીસ્કીટ તથા સોનાનો ૧ ચેન પડાવી લીધેલ હતો જેને પોલીસે રિકવર કરેલ હતો તે મુદામાલ ફરિયાદીને પરત આપવામાં આવેલ છે તેમજ સોનાનું એક પેન્ડલ ખોવાયેલ હતું જેને પણ શોધી કાઢવામાં આવેલ હતું. અને જુદાજુદા આસામીઓનો કુલ મળીને ૬૨,૬૩,૦૮૯ નો મુદામાલ પરત આપવામાં આવેલ છે. આ કામગીરી પીઆઇ આર.એસ. પટેલની સૂચના મુજબ પીએસઆઈ જે.સી.ગોહિલ, સવજીભાઇ દાફડા, કિશોરભાઈ મિયાત્રા, વિજયદાન ગઢવી, હિતેષભાઈ ચાવડા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, રવીભાઈ ચૌધરી, જયદિપભાઇ દેવસુર તથા અશ્વીનસિંહ સુર નાઓએ કરેલ છે.






Latest News