મોરબી ઓમ શાંતિ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં નેશનલ મેથેમેટીક્સ ડે ની ઉજવણી
મોરબીમાં ૨૫ મી ડીસેમ્બર તુલસી દિવસ નિમિતે સ્પર્ધાનું આયોજન
SHARE









મોરબીમાં ૨૫ મી ડીસેમ્બર તુલસી દિવસ નિમિતે સ્પર્ધાનું આયોજન
આપણાં ઉત્સવ, આપણે દ્વારનાં અનુસંધાને વર્તમાન રોગચાળાને ધ્યાને લઈને લોક જાગૃતિ માટે "તુલસીનાં ઔષધિય ગુણ" વિષેનો વિડીયો બનાવીને સ્પર્ધામાં ભાગ લેવા આહવાન કરાયેલ છે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગુજરાત સરકાર-ગાંધીનગર દ્વારા માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં આગામી ૨૫ મી ડિસેમ્બર એટલે કે તુલસી દિવસ ઉજવાશે.જેમા આપણાં ઉત્સવો આપણે દ્વારે લોક જાગૃતિ માટે વર્તમાન સમયમાં રોગચાળાને ધ્યાનમાં લઈને ઘરે બેઠાં તુલસી ક્યારે કે કુંડા પાસે તુલસીનાં ઔષધિય ગુણો વિશેનો વિડીયો બનાવીને મોકલી આપવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પર્ધામાં કેટેગરી મુજબ ભાગ લેવાનો છે.ઘરે બેઠાં તુલસીનાં છોડ પાસે બેસી તુલસીનાં ઔષધિય ગુણધર્મો વિશે માહિતી આપતો વિડીયો બનાવીને સ્પર્ધાની છેલ્લી તા.૨૫ ડીસેમ્બર રાત્રીના નવ વાગ્યા સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) માંથી કોઇએક નંબર ઉપર મોકલી આપવા જણાવાયેલ છે.
