મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીની કોર્ટમાં પોકસોનો કેદ ચાલી ગયો હતો જેમાં ફરિયાદી પક્ષ કેસ સાબિત કરવામાં નિષ્ફળ જતા પોકસો કોર્ટે આરોપી જયેશભાઈ રમેશભાઈ સોલંકીને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવા માટેનો હુકમ કરેલ છે.

આ કેસની મળતી માહિતી મુજબ ગત તા. 5/11/2023 ના રોજ સવારે આરોપી દ્વારા ફરીયાદીની સગીર દીકરીનું લલચાવી-ફોસલાવી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેની સાથે  પાટણ, અમદાવાદ વિગેરે સ્થળે શરીર સંબંધ બાંધવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જેથી પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ કેસની મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરીયાદપક્ષ તરફથી રજૂ કરાયેલા પુરાવાઓમાં બનાવ સમયે ભોગબનનાર ખરેખર સગીર હતી તેવું પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ, ડોકટરના પુરાવામાં ભોગ બનનાર સાથે જોરજબરદસ્તી કે બળજબરીપુર્વક કોઈપણ પ્રકારનું દુષ્કૃત્ય આચરવામાં આવેલ હોય તેવો લેશમાત્ર પુરાવો રજુ કરવામાં આવેલ નથી, તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ જે તમામ પુરાવાના અંતે આરોપી વકીલ જે.ડી.સોલંકી, પી.ડી.પરમાર દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, ફરીયાદપક્ષના નિવેદનો પરસ્પર વિરોધાભાસી છે અને ભોગબનનાર, તેના પરિવારજનો તેમજ અન્ય સ્વતંત્ર સાક્ષીઓએ ફરીયાદના આક્ષેપોને સમર્થન આપ્યું નથી.

બન્ને પક્ષકારોની વિસ્તૃત દલીલોને ધ્યાને રાખીને કોર્ટે આરોપ સામેનો પોકસો એક્ટ હેઠળનો ગુનો સાતત્યસભર, વિશ્વસનીય અને આધારભૂત પુરાવાથી પુરવાર થતો નથી. જેના આધારે આરોપી જયેશભાઈ રમેશભાઈ સોલંકીને પોકસો સહિતના શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ છોડવાનો હુકમ કરેલ છે આ આ કેસમાં બચાવ પક્ષે મોરબી જિલ્લાના યુવા વકીલ જે.ડી.સોલંકી, જયેશ પટેલ તથા પી.ડી.પરમારરોકાયેલ હતા અને તેઓએ દલીલો કરી હતી જ્યારે તેમની સાથે વકીલ મયુર ઊભડિયા, દીપક મકવાણા, નીલેશ ચાવડા, હસમુખ ચાવડા, આરતી અમૃતિયા, જીતેન્દ્ર વાઢેર, વીરલ છનિયારા અને જયકાંત મકવાણા પણ જોડાયેલા છે.






Latest News