ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

મોરબી મનપાના કમિશનરની અધ્યક્ષતામાં ગૌશાળાના સંચાલકો સાથે મીટીંગ યોજાઇ


SHARE







મોરબી મનપાના કમિશનરની અધ્યક્ષતામાં ગૌશાળાના સંચાલકો સાથે મીટીંગ યોજાઇ

મોરબી મહાપાલિકામાં ટંકારા અને હળવદ તાલુકાની ગૌશાળાના સંચાલકો સાથે કમિશનરની હાજરીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 16 સંચાલકો હાજર રહ્યા હતા અને તેઓએ અબોલજીવને રાખવા માટેની તૈયારી દર્શાવી હતી.

મોરબી મહાપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ટંકારા અને હળવદ તાલુકાની ગૌશાળાના સંચાલકો સાથે કમિશનરના અધ્યક્ષ સ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, આ મિટિંગમાં નાયબ કમિશનર સંજયકુમાર સોની, પશુપાલન અધિક્ષક, હળવદ વેટેનરી ઓફિસર, ટંકારા વેટેનરી ઓફિસર, પ્રાણી રંજાડ અંકુશ શાખાના અધિકારી હાજર રહયા હતા. આ મિટિંગમાં ટંકારા અને હળવદ તાલુકાની ગૌશાળાના 16 સંચાલકો હાજર રહ્યા હતા. અને ગૌશાળાના સંચાલકોઓએ અંદાજીત 55 પશુ રાખવા માટેની બાહેંધરી આપી હતી, અને માર્ચ 2025 થી આજદિન સુધી કુલ 2452 પશુને મોરબી મહાપાલિકાની ટીમે પકડેલ છે. આ પશુને ટ્રેગિંગ અને આરએફઆઈડી લગાવીને મોરબી જિલ્લાના હળવદ, ટંકારા, મોરબી, વાકાનેર તાલુકાના ગૌશાળા અને પાંજરાપોળમાં કાયમી સાચવણી માટે મૂકવામાં આવ્યા છેમોરબી મનપાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્રારા નિયમિત રીતે પશુ પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે.






Latest News