માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

માળિયાના મોટાભેલા ગામે છ મહિના પહેલા નોળિયો કરડેલ જેની અસર થતા વૃદ્ધાનું મોત ?!


SHARE













માળિયાના મોટાભેલા ગામે છ મહિના પહેલા નોળિયો કરડેલ જેની અસર થતા વૃદ્ધાનું મોત ?!

મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકામાં આવેલા મોટાભેલા ગામે છએક મહિના પહેલા વાડીએ કામ દરમિયાન વૃદ્ધાને નોળિયો કરડી ગયો હતો.જેની અસર થતા વૃદ્ધાને ગઈકાલે સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને અહીં ટૂંકી સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નિપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

આ અંગે વધુમાં મળતી માહિતી પ્રમાણે માળિયા મિંયાણાના મોટાભેલા ગામે રહેતા જસુબેન ઉર્ફે જસીબેન રેવાભાઇ ખીંટ (૭૧) નામના વૃદ્ધાને સારવાર માટે બેભાન હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.અહીં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું.વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક જશુબેનના પરિવારજનોએ ડોકટર તેમજ પોલીસને જણાવ્યું હતુ કે છએક મહિના પહેલા જશુબેન વાડીએ કામ કરતાં હતા તે સમયે તેમને નોળિયો કરડી ગયો હતો.સંભવત: તેની અસર થઈ હોય ગઈકાલે તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને અહીં સારવાર દરમિયાન જસુબેનનું મોત નીપજ્યું હતું.બનાવને પગલે માળિયા પોલીસ મથકે જાણ કરવામાં આવતા બીટના પ્રભાતભાઈ ચાવડાએ મોતના કારણ સંદર્ભે આગળની તપાસ હાથ ધરેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબી કંડલા બાઇપાસ ઉપર આવેલ માધવ હોટલ પાસે વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ રંજનબેન અનિરૂધ્ધભાઈ રામાવત (૬૦) રહે.ઇન્દ્રપ્રસ્થ સોસાયટી રાજકોટ હાઇવે મોરબીને અત્રે ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના નવા મકનસર ગામે રહેતા હેમીબેન કરમશીભાઈ નારણીયા નામના ૭૫ વર્ષના વૃદ્ધા પોતાના પુત્ર પાછળ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ગામ નજીક રોડ ઉપરના ખાડામાં વાહનમાંથી પડી જતા તેઓને ઈજા થતા ખાનગી હોસ્પીટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

આધેડ સારવારમાં

મોરબીના જેતપર રોડ પાવળીયાળી કેનાલ પાસેથી બાઈક લઈને જતા સમયે અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા રાઘવજીભાઈ શીવાભાઈ સોરીયા (ઉમર ૫૮) રહે.ઘુંટુ તા.મોરબીને સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના બગથળા ગામે રહેતા મગનભાઈ રતાભાઇ સાણંદીયા નામના ૬૪ વર્ષના વૃદ્ધ ખેતરમાં દવા છાંટતા હતા ત્યારે અસર થઈ હોય તેઓને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.તેમજ લાલપર ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ મયુરભાઈ રતિભાઈ અઘારા (૩૨) તથા સત્યમ રામરાય પ્રજાપતિ (૨૫) રહે. બંને લાલપરને પણ અત્રે સિવિલે સારવાર માટે ખસેડાયા હોય તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.






Latest News