મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો


SHARE











મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી બે માસ પહેલા સગીરાનું અપહરણ કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવાતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને બે માસની શોધખોળના અંતે આરોપીને દબોચી લેવામાં તાલુકા પોલીસને સફળતા મળેલ છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી બે માસ પહેલા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોય તે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવાયેલ હતી.જેથી તાલુકા પીઆઇ એમ.આર.ગોઢાણીયા, રાયટર યુવરાજસિંહ સહિતનો પોલીસ સ્ટાફ અપહરણના ગુનાના આરોપીને પકડવા માટે થઈને જુદીજુદી દિશામાં તપાસ કરતો હતો.દરમ્યાનમાં અપહરણના ગુનાનો આરોપી વિકાસ સુકાયભાઈ નાનકાભાઈ ચૌહાણ જાતે ભીલાલા (ઉમર ૨૧) હાલ રહે.ગોંડલ તાલુકાના આંબરડી ગામની સીમમાં લલીતભાઈ રામોલિયાની વાડીએ મુળ રહે.મધ્યપ્રદેશ વાળાની કલમ ૩૬૩, ૩૬૬(અપહરણ) , ૩૭૬ (બળાત્કાર) અને પોકસો એકટની કલમો હેઠળ વિકાસ ચૌહાણની ધરપકડ કરવામાં આવેલ છે.

ફીનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા યમુનાનગર વિસ્તારમાં રહેતા આશિષ રાજુભાઈ વાઘેલા નામના ૩૦ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું.જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતાએ બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા સીમાબેન મહેશભાઈ કોળી ગામની અઢાર વર્ષીય યુવતીએ કોઈ અકળ કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં સીમાબેનને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ પ્રાથમિક તપાસ કર્યા બાદ બનાવ ટંકારા પોલીસ સ્ટેશનની હદમાં ગજડી ગામની સિમમાં બન્યો હોય ટંકારા પોલીસને જાણ કરી હતી જેથી ટંકારા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

જામનગરના ધ્રોલ પાસે આવેલા લતીપર ગામનો મિલન અરજણભાઈ ભંડેરી નામનો ૨૫ વર્ષીય યુવાન મોરબીના શનાળા-રાજકોટ હાઈવે ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે બા ની વાડી નજીક તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત મિલન ભંડેરીને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબી તાલુકાના ખાનપર ગામના રહેવાસી વિજયસિંહ વનરાજસિંહ જાડેજા નામનો ૩૦ વર્ષીય યુવાન તા.૨૦ ના રાત્રિના સાડા દશેક વાગ્યે રાજપર ગામ નજીક આવેલા સુરાપુરા દાદાના મંદિર નજીકથી બાઇક લઇને જતો હતો ત્યાં બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત થયેલા વિજયસિંહ જાડેજાને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.






Latest News