મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વાહન ચેકિંગ સમયે કાર ચાલકે પોલીસ કર્મચારીને ઇજા પહોચડતા 3 સામે ગુનો નોંધાયો: બેની ધરપકડ


SHARE













વાંકાનેરમાં વાહન ચેકિંગ સમયે કાર ચાલકે પોલીસ કર્મચારીને ઇજા પહોચડતા 3 સામે ગુનો નોંધાયો: બેની ધરપકડ

વાંકાનેરમાં વાહન ચેકિંગ ચાલુ હતું ત્યારે સ્વીફ્ટ ગાડી લઈને નીકળેલા શખ્સો દ્વારા પુરઝડપે વાહન ચલાવવામાં આવ્યું હતું અને પોલીસને હડફેટે લીધી હતી જેથી પોલીસ કર્મચારીને ઇજા પણ થઈ હતી જેથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં પીએસઆઈ એ.પી.મેવાડા દ્વારા સુનીલ ઝવેરભાઈ ઉનેચા, નયન ગોપાલભાઈ ઝખવાડિયા અને મયંક લાલભાઈ વાલાણી રહે. ત્રણેય સુરેન્દ્રનગર વાળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તેની સરકારી ફરજના ભાગરૂપે જીનપરા જકાતનાકા પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે આરોપીઓ સ્વીફ્ટ ગાડી નંબર જીજે 13 એનએન 6919 લઈને ત્યાંથી નીકળ્યા હતા અને ત્યાં કામ કરતાં પોલીસ કર્મચારીને હડફેટે લઈને ઇજા કરી હતી. જેથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે આરોપી સુનીલ ઝવેરભાઈ ઉનેચા અને નયન ગોપાલભાઈ ઝખવાડિયાને ઝડપી લીધેલ છે જો કે, આરોપી મયંક લાલભાઈ વાલાણીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.






Latest News