ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી


SHARE







મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી

મોરબીનો પાડા પુલ અત્યંત બિસ્માર હાલતમાં છે જેથી કરીને તાત્કાલિક રીપેર કરવા માટેની મોરબી મહાનગરપાલિકાના કમિશનરને મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ વસીમ જી. પીપરવાડીયા દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે અને જો 15 દિવસમાં કામ નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

હાલમાં કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબીમાં સાડા ત્રણ વર્ષ પહેલા ઝુલતાપુલની દુર્ઘટના બની હતી જેને મોરબીવાસીઓ ભૂલ્યા નથી ત્યા આવી બીજી કોઈ દુર્ઘટના મોરબીમાં ન બને તેની તકેદારી રાખીને મોરબીમાં આવેલ પાડા પુલ હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે ત્યાં કોઈ જાનહાનિ  થાય તે પહેલા આ પુલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો 15 દિવસમાં કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News