હળવદમાં ૨૬ વર્ષથી માલિકીની જમીન ઉપર દબાણ કરનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
SHARE
હળવદમાં ૨૬ વર્ષથી માલિકીની જમીન ઉપર દબાણ કરનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
હળવદના માધાપરામાં રહેતા યુવાનની હળવદ ગામની સીમમાં માલીકીની જમીન આવેલ છે તેના ઉપર છેલ્લા ૨૬ વર્ષથી દબાણ કરવામાં આવ્યું છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને જમીન ઉપર દબાણ કરનારા શખ્સની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે માટે પોલીસે આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી હળવદના માધાપરામાં રહેતા રમેશભાઇ ત્રીભોવનભાઇ લકુમ જાતે દલવાડી (ઉ.૪૩)એ હાલમાં વિઠલભાઇ ડાયાભાઇ કોળી રહે. રેલ્વે સ્ટેશન રોડ હળવદ વાળાની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ ૧૯૯૫ થી આજદિન સુધી હળવદ ઇગોરાળા રોડ ઉપર હળવદ ગામની સીમમાં આરોપીએ તેઓની માલીકીની જમીન આવેલ છે તેના ઉપર દબાણ કર્યું છે અને ફરિયાદી યુવાનની હળવદની સીમમાં સર્વે નંબર ૩૨૮/પૈકી-૧ ક્ષેત્રફલ ૧-૩૧-૫૨ હે.આર.ચો મીટર વાળી જમીન પર ગેર કાયદેસર કબજો કરીને આ જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખેલ છે અને જમીન પચાવી પાડી છે જેથી કરીને યુવાનની ફરિયાદ લઈને હળવદ પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩, ૪(૧) (૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે