ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત


SHARE







વાંકાનેરમીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત

​વાંકાનેરથી મીતાણાને જોડતા મુખ્ય માર્ગ પર તીથવા બોર્ડ પાસે આસોઈ નદી પર આવેલા જર્જરિત કોઝવેના સ્થાને હવે મેજર બ્રિજ બનાવવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. ગત વર્ષે ભારે વરસાદને કારણે આસોઈ નદી પરનો હયાત કોઝવે અને પીપળીયા રાજ ગામ પાસે સરવાણીયા વોકળા પરનો કોઝવે અત્યંત ખરાબ અને જોખમી બની ગયા હતા, જેના કારણે ચોમાસા દરમિયાન વાહનવ્યવહારમાં મોટી મુશ્કેલીઓ સર્જાતી હતી.

આ બાબતે મોરબી જિલ્લા ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી અબ્દુલમજીદ કડીવાર, તાલુકા પંચાયત સદસ્યા અમીનાવેબ હુસેનભાઈ શેરસિયા તથા સ્થાનિક આગેવાનો દ્વારા પણ આ અંગે સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાને રજૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ અસરકારક રજૂઆત કરી હતી. અને તેમણે જર્જરિત કોઝવેના સ્થાને નવો મેજર બ્રિજ બનાવવાની સાથે વાલાસણથી મીતાણા સુધીના સિંગલ પટ્ટી રોડને ડબલ પટ્ટી રોડમાં ફેરવવાની પણ માંગ કરી હતી. આ ઉપરાંત, ​રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી મળતા જ હાલ સ્થળ પર ડાયવર્ઝન સહિતની પ્રારંભિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અને પીપળીયા રાજના સરપંચ ઇલ્તુદિન દેકાવડિયાએ આ પ્રોજેક્ટને વધાવતા જણાવ્યું હતું કે, બ્રિજનું નિર્માણ પૂર્ણ થયા બાદ ભારે વરસાદમાં પણ વાહનવ્યવહાર સુચારુ રહેશે અને સ્થાનિક લોકોને સલામત તેમજ સુવિધાજનક માર્ગ ઉપલબ્ધ થશે.






Latest News