મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ


SHARE













મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત બાળકોની સુરક્ષા અને કલ્યાણ માટે હાથ ધરાયેલી ત્રિમાસિક કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી

મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી ઉપસ્થિતિમાં જિલ્લા બાળ સુરક્ષા સમિતિ અને બાળ કલ્યાણ સમિતિની ત્રિમાસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો જિલ્લામાં બાળકોની સુરક્ષા અને તેમના સર્વાંગી કલ્યાણ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન 'મિશન વાત્સલ્ય' યોજના અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને પાલક માતા-પિતા યોજના, મુખ્યમંત્રી બાળ સેવા યોજના અને પીએમ કેર ફોર ચિલ્ડ્રન (PM CARES for Children) યોજના હેઠળના લાભાર્થીઓની સ્થિતિ અને તેમને મળતા લાભો અંગે ગહન મંથન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, જિલ્લાની બાળ સંભાળ સંસ્થાઓનું નિયમિત નિરીક્ષણ, ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ની સક્રિયતા અને દત્તક વિધાન પ્રક્રિયાની પ્રગતિ અંગે પણ અધિકારીઓ દ્વારા વિગતો રજૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં બાળકોના અધિકારો અને સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમિતિના અન્ય સભ્યોએ પણ બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે રચનાત્મક સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વાય.જે. જાડેજા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ. વિપુલ શેરશિયા તથા આરોગ્ય અને શ્રમ વિભાગ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News