ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ


SHARE







વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં આવેલ પચ્છેગામ ખાતે ત્રિવેણી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં મુરલીધર દાદા મંદિરમાં નિજ પ્રવેશોત્સવ, ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા 551 કુંડી મહાવિષ્ણુયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 22 થી 28 સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. આ ધાર્મિક મહોત્સવ નિમિત્તે. તા. 26 ને ગુરૂવારના રોજ ગધેથડ ગાયત્રી આશ્રમના સંત લાલબાપુ પચ્છેગામ આવી રહ્યા છે અને ખાસ કરીને સંત લાલબાપુ તરફથી ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે. જેથી મોરબી જિલ્લામાંથી પણ ધર્મપ્રેમી લોકોને ધાર્મિક પ્રસંગ અને પ્રસાદનો લાભ લેવા માટે આહ્વાન કર્યું છે.

આ કાર્યક્રમની સાથે વ્યસન મુક્તિ અભિયાનમાં જે વ્યક્તિ તમાકુ છોડશે તેમને 551 ગાયત્રી મંત્રનું પૂણ્ય અને દારૂનું વ્યસન છોડશે તેમને 1100 ગાયત્રી મંત્રનું પૂણ્ય અર્પણ કરશે અને તેમનો પરિવાર સુખી થાય તે હેતુથી આ અભિયાન રાખવામાં આવેલ છે. અને આ કાર્યક્રમમાં વલ્લભીપુર શહેર સહિત તાલુકાના 54 ગામના લોકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આટલું જ નહીં વલ્લભીપુર શહેર તથા તાલુકામાં ગાયોને નીરણ, કુતરાને લાડુ, પંખીને ચણ, માછલીઓને બુંદીદાણા અને કીડીઓને કીડીયારૂ માટેનો સહયોગ પણ સંત લાલબાપુ તરફથી આપવામાં આવશે. જેથી આ ધાર્મિક કાર્યક્રમમાં મોરબી જિલ્લા સહિત ગુજરાતનાં 20 જિલ્લામાંથી ધર્મપ્રેમી લોકોને જોડાવા માટે અને પ્રસાદનો લાભ લેવા માટે ગાયત્રી આશ્રમના સંત લાલબાપુ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News