મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ


SHARE









હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ

ટીનાભાઈને મોરબી બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા, આરોપી નશામાં હતા તેવો આક્ષેપ

હળવદમાં કિરણ નામના શખ્સ અને તેની સાથેના માણસોએ ઢોર માર મારી, છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા હતા.જેથી ટીનાભાઇને ગંભીર હાલતમાં મોરબી બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા.આરોપીઓ નશામાં હતા તેવો આક્ષેપ કરાયો છે.હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, ટીનાભાઈ ચતુરજી ઠાકોર (ઉંમર વર્ષ ૪૨) રહે. હળવદ રેલ્વે સ્ટેશન પાસે ગઈ તા.૧૦ ના રોજ સાંજે ૭ વાગ્યા આસપાસ વેગડવાવ ફાટક પાસે હતા.ત્યારે કિરણ અને તેની સાથેના માણસોએ તેમને માર મારતા પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ બાદ, મોરબી અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.વધુમાં તેમના પરિવારે જણાવ્યું છેકે, ટીનાભાઇ મજુરી કામ કરે છે.તેઓ ત્રણ ભાઈ અને ત્રણ બહેનમાં વચેટ છે.તેમને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે.તેઓને જ્યારે માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે પાડોશી મુકેશભાઈ ત્યાંથી પસાર થયા હતા.ઇજાગ્રસ્ત ટીનાભાઇને હોસ્પિટલે ખસેડ્યા હતા.પોલીસને જાણ કરાઈ હતી.હળવદ હોસ્પિટલમાં એક દિવસ દાખલ રાખ્યા બાદ ટીનાભાઇને રજા આપાતા ઘરે આવ્યા હતા.જોકે ફરી તબિયત બગડતા મોરબી સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હળવદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી




Latest News