ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર ઉત્તમભાઈ સુરાણીનો આજે જન્મદિવસ મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ધો. 10-12 માં કુલ 22,870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, પરિક્ષા સમિતિની બેઠક યોજાઇ


SHARE







મોરબીમાં ધો 10 અને 12 બોર્ડની પરીક્ષા સંદર્ભે પરીક્ષા સમિતિની મિટિંગ યોજાઇ હતી અને જીલ્લામાં આ વર્ષે 22870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. તેના માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલ છે.

મોરબીના કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષપદે બોર્ડની પરીક્ષા ના સુચારૂ સંચાલન માટે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ પહેલા યોજાયેલ વિડિઓ કોન્ફરન્સમાં શિક્ષણમંત્રી કેબિનેટ પ્રદ્યુમ્ન વાઝાને રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ  કેટલાક જિલ્લાઓના રિવ્યૂ લઈ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે અને સુચારૂ સંચાલન માટે તાકીદ કરી હતી.જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ કુલ 17 કેન્દ્રો 85 બિલ્ડિંગ અને 803 બ્લોકમાં 22,870 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેની આંકડાકીય વિગત આપી હતી. તો ઝોનલ અધિકારી ધો 12  ભાવેશ ભાલોડિયા અને ધો 10 ના શૈલેષ મેરજાએ સીસીટીવી સહિત તમામ વ્યવસ્થાઓ ચકાસી લેવામાં આવી છે તેની માહિતી આપી હતી

ખાસ કરીને કલેકટર કે.બી. ઝવેરીએ કહ્યુ હતુ કે, પાડા પુલના રિપેરિંગને કારણે વિદ્યાર્થીઓને વાલીઓને થોડા વહેલા નિકળવાની અને બસમાં આવતા વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશપટેલે વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં મુશ્કેલી પડે તો ટ્રાફિક પોલીસનો સંપર્ક કરવા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી અને જરૂરી સહયોગની ખાતરી આપી હતી. તો માળીયાના વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે બસ વ્યવસ્થા ગોઠવવા એસટી તંત્રને સુચના આપી હતી અને અવિરત વીજ પૂરવઠા માટે વીજ તંત્રને સૂચના આપી હતી.






Latest News