મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે ઘરમાંથી દારૂની નાની મોટી 159 બોટલ ઝડપાઇ, આરોપીની શોધખોળ: માળીયા (મી) નજીકથી 300  લિટર દેશી દારૂ ભરેલ રિક્ષા પકડાઈ, આરોપી ફરાર


SHARE









હળવદના માથક ગામે ઘરમાંથી દારૂની નાની મોટી 159 બોટલ ઝડપાઇ, આરોપીની શોધખોળ: માળીયા (મી) નજીકથી 300  લિટર દેશી દારૂ ભરેલ રિક્ષા પકડાઈ, આરોપી ફરાર

હળવદના માથક ગામે રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની મોટી કુલ મળીને 159 બોટલ મળી આવી હોય પોલીસે 38,720 રૂપિયાની કિંમતમાં દારૂનો જથ્થો તથા ઈકો ગાડી મળીને 3,38,720 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના માથક ગામે રહેતા અજય જેતપરાના રહેણાંક મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુલ મળીને 159 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 38,720 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને ઇકો ગાડી નંબર જીજે 36 એલ 3530 જેની કિંમત 3 લાખ રૂપિયા આમ કુલ મળીને 3,38,720 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજય રૂડાભાઈ જેતપરા રહે. માથક તાલુકો હળવદ વાળા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

300  લિટર દેશી દારૂ ભરેલ રિક્ષા પકડાઈ

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ભીમસર ચોકડી પાસેથી પસાર થઈ રહેલ રીક્ષાને રોકવા માટેનો પોલીસે પ્રયાસ કર્યો હતો ત્યારે રિક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 1179 નો ચાલક રીક્ષા મૂકીને નાસી ગયો હતો ત્યારબાદ પોલીસે રિક્ષાને ચેક કરી હતી અને ત્યારે તે રિક્ષામાં મૂકવામાં આવેલ જુદા જુદા બાચકામાંથી 300 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 60,000 ની કિંમતનો દારૂ તથા 1 લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 1.60 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાના ચાલક સામે ગુનો નોંધી પોલીસે રિક્ષાના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News