મોરબી જિલ્લા કક્ષાના સુશાસન સપ્તાહના કાર્યક્રમોના આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી
વાંકાનેરનાં ફળેશ્વર ખાતે આગામી ચૈત્ર માસમાં ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન
SHARE









વાંકાનેરનાં ફળેશ્વર ખાતે આગામી ચૈત્ર માસમાં ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન
(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી ચૈત્ર માસમાં ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
હાલ વાંકાનેરમાં ગઢની રાંગ પાસે આવેલ નિલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ ચાલી રહી છે, પ્રસિધ્ધ કથાકાર શાસ્ત્રી અનિલ પ્રસાદ જોષી ( ઝૂંડાળા વાળા) રસાળ શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે, જેનો લાભ લેવા શ્રોતાગણ ઉમટી રહ્યા છે ત્યારે વાંકાનેરનાં ભાજપ અગ્રણી પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણીએ આગામી ચૈત્ર માસમાં ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાગવત સપ્તાહ માટે શાસ્ત્રી અનિલ પ્રસાદજીને રજૂઆત કરી હતી, અને શાસ્ત્રીજીએ પૂર્વ નગરપતિની લાગણી સ્વીકારી હતી,અને આગામી 2022 ચૈત્ર માસમાં ફળેશ્વર મંદિર ખાતે શાસ્ત્રી અનિલ પ્રસાદજીનાં વ્યાસાસને જ ભવ્ય ભાગવત સપ્તાહ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મહાપ્રસાદ, અનેકવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી સહિત ભવ્ય આયોજન કરવામાં આવશે, ચૈત્ર માસમાં યોજાનાર ભાગવત સપ્તાહની તારીખ હવે પછી જાહેર કરાશે, ત્યારે વાંકાનેરમાં ભૂકંપ, પૂર કે કોરોના જેવી કુદરતી આફતોનાં વિકટ સમયમાં હમેશાં વાંકાનેરનાં શહેરીજનોની સેવા માટે ખડે પગે રહેતા ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણીનું શાસ્ત્રીજી દ્વારા કથા દરમ્યાન અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.
