મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ બંધ પડેલ કારખાનામાં પતરા અને કેચી (એંગલ) ઉતારવા માટેનું કામ ચાલી રહ્યું હતું દરમિયાન કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનો રાખવામા આવ્યા ન હતા અને કામ કરતાં સમયે યુવાન ઉપરથી નીચે પટકાયો હતો જેથી માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જો કે, તેને સારવારમાં લઈને આવ્યા હતા ત્યાર રાજ્ય સેવકને ખોટી માહિતી આપવામાં આવી હતી જેથી કરીને બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના સાળા દ્વારા કારખાનાના બે માલિક સહિત કુલ પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં ગુજરાત ચક્કીની બાજુમાં રહેતા વિજયભાઈ લાલજીભાઈ ઇન્દરિયા (45) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદીપભાઇ પટેલ, હિરેનભાઈ પટેલ, ગોપાલભાઈ, જીતેન્દ્રભાઈ રંગપરિયા અને અંબારામભાઈ રંગપરિયાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં સોમનાથ પેટ્રોલ પંપની સામે બંધ હાલતમાં જીતેન્દ્રભાઈ અને અંબારામભાઈનું લુકાસો સિરામિક નામનું કારખાનું આવેલું છે અને આ કારખાનામાં પતરા અને કેચી કાઢવા માટેનું કામ જયદીપભાઇ, હિરેનભાઈ અને ગોપાલભાઈ દ્વારા રાખવામાં આવ્યું હતું અને રાત્રિના અંધારામાં સેફ્ટીના કોઈ સાધનો રાખ્યા વગર કામ કરતા હતા ત્યારે ફરિયાદીના બનેવી વિક્રમભાઈ પરસોતમભાઈ પાટડીયા (35) રહે. ભવાનીનગર વિસ્તારમાં વીસીપરા મોરબી વાળા 25 ફૂટની દિવાલ ઉપરથી નીચે પડ્યા હતા જો કે, તેને તાત્કાલિક સારવાર માટે લઈને હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં રાજ્ય સેવકને ખોટી માહિતી આપવામાં આવી હતી અને ફરિયાદીના બનેવીને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે આરોપીઓએ રાખેલી બેદરકારી અને રાજ્ય સેવકને ખોટી માહિતી આપેલ હોવાથી મૃતકના સાળાએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચેય શખ્સોની સામે સાઅપરાધ માનવવધનો ગંભીર પ્રકારનો ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News