મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ સહિતની સંસ્થા દ્વારા આયોજિત સમૂહલગ્નમાં આર્થિક સહયોગ આપવા અપીલ
તમે પોલીસને માહિતી આપીને પકડાવો છો કહીને મોટા દહીસરામાં ગાળો આપીને બાઈકમાં તોડફોડ કરનારની ધરપકડ
SHARE









તમે પોલીસને માહિતી આપીને પકડાવો છો કહીને મોટા દહીસરામાં ગાળો આપીને બાઈકમાં તોડફોડ કરનારની ધરપકડ
માળીયા (મિ) તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા યુવાનના ઘર પાસે થોડા દિવસો પહેલા પાંચ શખ્સો આવ્યા હતા અને ત્યારે તેની માતા તેમજ બહેન ઘરે હતા તેને “તમે પોલીસને માહિતી આપો છો અને પકડાવો છો” તેમ કહીને તેમજ તેના ઘરની બાજુમાં આવેલ વાળાની જમીનને તે લોકો વાપરતા હોય તે બાબતનો ખાર રાખીને આરોપીએ લોખંડના પાઇપ વડે ફરિયાદીના બાઇકને નુકસાન કર્યું હતું અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ગુનામાં પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે
મોટા દહીસરા ગામે રહેતા મયુરભાઈ જયસુખભાઇ જોશી દ્વારા થોડા સમય પહેલા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજયસિંહ ભાવુભા જાડેજા, જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા, પ્રવીણભાઈ બચુભાઈ જોશીનો વચેટ દીકરો, ભગીરથસિંહ હેમંતસિંહ પરમાર અને ભગીરથસિંહ ભીખુભા જાડેજાની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આરોપીઓ તેના ઘર પાસે આવ્યા હતા અને ત્યારે તેના માતા અને બહેન ઘરે હોય તેઓને કહ્યું હતું કે તમે પોલીસને માહિતી આપીને પકડવો છો તેમજ ઘરની બાજુમાં આવેલ વાળાની જમીન તે લોકો વાપરતા હોય તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ લોખંડના પાઇપથી ફરિયાદી યુવાનના બાઈક ઉપર ઘા માર્યા હતા અને બાઈકમાં નુકસાન કર્યું હતું અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ફરિયાદના આધારે પોલીસે અગાઉ જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા અને ભગીરથસિંહ ભીખુભા જાડેજાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે અજયસિંહ ભાવુભા જાડેજાની ધરપકડ કરેલ છે તેમજ આ ગુનામાં હજુ પ્રવીણભાઈ બચુભાઈ જોશીનો વચેટ દીકરો અને ભગીરથસિંહ હેમંતસિંહ પરમારને પકડવાના બાકી હોય તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
