તમે પોલીસને માહિતી આપીને પકડાવો છો કહીને મોટા દહીસરામાં ગાળો આપીને બાઈકમાં તોડફોડ કરનારની ધરપકડ
Morbi Today
સેવાકાર્ય: મોરબી ગુરુકુલ દ્વારા કળકળતી ઠંડીમાં ધાબળા વિતરણ કરાયું
SHARE









સેવાકાર્ય: મોરબી ગુરુકુલ દ્વારા કળકળતી ઠંડીમાં ધાબળા વિતરણ કરાયું
શિયાળાની ઠંડીમાં જરૂરિયાત મંદ લોકોને મોરબીમાં આવેલ સ્વામિ નારાયણ ગુરુકુલ દ્વારા ધાબળા વિતરણનું સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર ગુરુકુલની સેવા પ્રવૃત્તિમાં સમર્પિત એવા વિનુભાઈ ભોરણીયા તથા અરુણભાઈ કાલરીયાના યજમાન પદે મોરબી શહેરમાં ૭૦૦ જેટલાં ધાબળાનું વિતરણ જરૂરિયાત મંદોને કરવામાં આવ્યું હતું ત્યારે જ્ઞાનજીવનદાસજી સ્વામી, નિર્ગુણજીવન સ્વામી વગેરે સંતો આ સત્કાર્ય પ્રસંગે જોડાય હતા અને દરિદ્ર નારાયણની સેવાનું મહત્વ સમજાવ્યું હતું
