મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના મયુરનગર ગામની સીમમાં વાડીએ ગળાફાંસો ખાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







હળવદના મયુરનગર ગામની સીમમાં વાડીએ ગળાફાંસો ખાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત

હળવદના મયુર નગર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણોસર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું આ બનવાની સ્થાનિક પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મૂડ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના મયુર નગર ગામની સીમમાં નવઘણભાઈ શોરીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વાલસીંગ સુમાભાઇ ભીલ (20) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર વાડીએ હતો ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની મૃતક યુવાનના ભાઈ કલાલીભાઈ ઉર્ફે સુનિલભાઈ ભીલ (23) રહે. હાલ મયુર નગર તાલુકો હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં ઓરસંગ ઝોન એપાર્ટમેન્ટના ખુલ્લા પ્લોટમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની એક બોટલ સાથે રફિકભાઈ મામદભાઈ ચાનિયા (48) રહે. સોઓરડી મોરબી વાળો મળી આવતા પોલીસે 500 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

એક બોટલ દારૂ

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ રાધે હાર્ડવેર સામેથી પસાર થઈ રહેલા એકટીવા ચાલકને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી 1100 રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા એકટીવા નંબર જીજે 36 એજી 5574 જેની કિંમત 30,000 આમ કુલ 31,100 ની કિંમતના મુદ્દામાલ સાથે સાવનભાઈ અજયભાઈ ગોસ્વામી (23) રહે. નાની વાવડી ગાયત્રીનગર શેરી નં.2 મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે એડમિશન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.  #morbi #મોરબી






Latest News