મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

માળીયા (મી)-હળવદમાં દારૂની 3 રેડ: 31 બોટલ દારૂ-39 બિયરના ટીન કબ્જે


SHARE









માળીયા (મી)-હળવદમાં દારૂની 3 રેડ: 31 બોટલ દારૂ-39 બિયરના ટીન કબ્જે

માળીયા મીયાણા અને હળવદ પોલીસ દ્વારા જુદીજુદી ત્રણ જગ્યા ઉપર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 31 બોટલ દારૂ અને 39 બિયરના ટીન કબ્જે કરવામાં આવ્યા હતા અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

માળીયા મીયાણામાં ત્રણ રસ્તા પાસે આવેલ સલીમ અકબર મોવરના રહેણાંક મકાન પાસે પોલીસ દ્વારા દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 27 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 7290 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અબ્દુલભાઈ સુલેમાનભાઈ સખાયા (23) રહે. વાડા વિસ્તાર માળિયા મિયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. તો હળવદ પોલીસે માળીયા અમદાવાદ હાઈવે રોડ ઉપરથી એકટીવા લઈને પસાર થયેલ શખ્સને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના ત્રણ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 600 ની કિંમતનો બીયરનો જથ્થો તથા 50,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 50,600 ના મુદ્દામાલ સાથે વિવેકભાઈ અશોકભાઈ સીતાપરા (21) રહે. દિવ્યા પાર્ક સોસાયટી હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ દરમ્યાન વિરમના કહેવાથી તે બીયરનો જથ્થો તેના માણસને આપવા માટે થઈને જતો હતો તેવું સામે આવ્યું હતું જેથી કરીને વિરમ અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. આ ઉપરાંત હળવદમાં આસ્થા પેપરમીલ જવાના રસ્તે મેલડી માતાજીના મંદિરથી આગળના ભાગમાં વાડીના રસ્તે જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી બિયરના 36 ટીન તથા દારૂની મોટી 4 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 11,600 નો મુદામાલ કબ્જે કરેલ છે અને રેડ દરમિયાન આરોપી સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિરમ નાગરભાઈ ગોહિલ રહે. પંચમુખી ઢોરે હળવદ વાળા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News