મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદ નજીક બોલેરો ગાડીનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE









હળવદ નજીક બોલેરો ગાડીનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના વેળાવદર ગામે રહેતો યુવાન પોતાની બોલેરો પીકઅપ ગાડી લઈને હળવદ માર્કેટયાર્ડ સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ડ્રાઇવર સાઈડનું તેની બોલેરો ગાડીનું ટાયર ફાટયું હતું જેથી યુવાને તેની ગાડીના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા અમદાવાદ હાઈવે રોડ ઉપરથી પસાર થતા ટ્રક ટ્રેલર સાથે તેની બોલેરો ગાડી અથડાઇ હતી અને ત્યારબાદ બંને વાહનો ડિવાઈડર તથા રોડ ક્રોસ કરીને રોડ સાઈડમાં નીચે ઉતરી ગયા હતા જે બનાવમાં યુવાને ગંભીર ઇજા થઈ હતી અને ઈજા પામેલ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જે બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વેળાવદર ગામે રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા કરસનભાઈ રેવાભાઇ બોળીયા (34) નામનો યુવાન ગત તા. 20/2 ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં પોતાના હવાલા વાળી બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે 27 ટીટી 4663 લઈને હળવદ અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ નવજીવન વિકલાંગ આશ્રમ સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેની બોલેરો ગાડીમાં ડ્રાઇવર સાઈડનું આગળનું ટાયર ફાટતાં કરસનભાઈએ ગાડીના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને હળવદ અમદાવાદ હાઈવે રોડ ઉપર અમદાવાદ તરફથી આવતા ટ્રક ટ્રેલર નંબર જીજે 12 બીઝેડ 6899 સાથે તેની બોલેરો ગાડી અથડાઈ હતી જેથી બંને વાહનો રોડ સાઇડમાં નીચે ઉતરી ગયા હતા અને અકસ્માતના આ બનાવમાં કરસનભાઈને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની મૃતક યુવાનના કૌટુંબિક ભાઈ રામજીભાઈ અમરાભાઇ બોળીયા (25) રહે. વેળાવદર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News