મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામે વીજપોલ ઊભો નહીં કરવા બાબતે ઝઘડો કરીને વૃદ્ધને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE









હળવદના રણમલપુર ગામે વીજપોલ ઊભો નહીં કરવા બાબતે ઝઘડો કરીને વૃદ્ધને ત્રણ શખ્સોએ માર માર્યો

હળવદના રણમલપુર ગામે રહેતા વૃદ્ધ સાથે તે જ ગામમાં રહેતા ત્રણ શખ્સોએ વીજપોલ ઊભો નહીં કરવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે વૃદ્ધને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વૃદ્ધે સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા પુનાભાઈ દેવાભાઈ રાઠોડ (61)એ હાલમાં હરજીભાઈ કરમશીભાઈ રબારી, નરેશભાઈ હરજીભાઈ રબારી અને ખોડાભાઈ ગોવિંદભાઈ રબારી રહે. બધા રણમલપુર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ તેની સાથે વીજપોલ ઉભો નહીં કરવા બાબતે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ તેને ગાળો આપી હતી અને નરેશભાઈએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને પગમાં મારમારીને ઇજા કરી હતી અને ખોડાભાઈએ લાકડાના ધોકા વડે પીઠના ભાગે મારમાર્યો હતો તેમજ હરજીભાઈએ લાકડી વડે વૃદ્ધને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલા વૃદ્ધે સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગારની બે રેડ

મોરબીના ઘુટુ ગામની સીમમાં આવેલ સોરીસો ચોકડી પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી સુનિલભાઈ વજુભાઇ પરમાર (26) રહે. ખોડીયાર પરા લખધીરપુર મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસ 180 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે આવી જ રીતે માળીયાની મોટી બજારમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જાવીદભાઈ મહેબૂબભાઈ માણેક (25) રહે. ભટ્ટીવાસ માળીયા મીયાણા વાળો વરલીના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 400 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરેલ છે અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News