મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ચરડવા-ધણાદ ગામે દારૂની જુદીજુદી બે રેડમાં દારૂની 84 બોટલ કબ્જે: એક આરોપી પકડાયો-એકની શોધખોળ


SHARE









હળવદના ચરડવા-ધણાદ ગામે દારૂની જુદીજુદી બે રેડમાં દારૂની 84 બોટલ કબ્જે: એક આરોપી પકડાયો-એકની શોધખોળ

હળવદના ચરાડવા ગામમાં જીઇબીના સબ સ્ટેશન પાસેથી સ્કૂટર લઈને પસાર થયેલા શખ્સને રોકવા માટેનો પોલીસે પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસને જોઈને સ્કૂટર ચાલક પોતાનો સ્કૂટર સહિતનો માલ છોડીને નાસી ગયો હતો ત્યારબાદ પોલીસે ત્યાં ચેક કરતા સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 36 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 36,000 રૂપિયાની કિંમતનો દારૂ તથા સ્કૂટર મળીને 66,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એક શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જયારે હળવદ તાલુકાના ધણાદ ગામે દેવીપુજકવાસના પાટિયા પાસે બાવળની કાંટમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી 48 બોટલ દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે.

હળવદ તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચરાડવા ગામે આવેલ જીઇબીના સબ સ્ટેશન પાસેથી એક્સેસ સ્કૂટર લઈને આમીન અનવરભાઈ કાજેડીયા રહે. ચરડવા રાજનગર તાલુકો હળવદ વાળો પસાર થઈ રહ્યો હતો જેને રોકવા માટેનો પોલીસે પ્રયાસ કર્યો હતો ત્યારે તે પોતાનું સ્કૂટર સહિતનો માલ સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો ત્યારબાદ પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 36 બોટલ મળી આવતા 36,000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા 30,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 66000 રૂપિયાની કિંમતમાં મુદ્દામાલને કબજે કરવામાં આવ્યો છે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આમીન અનવરભાઈ કાજડીયાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના ધણાદ ગામે દેવીપુજકવાસના પાટિયા પાસે બાવળની કાંટમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 48 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 4800 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી કેવળભાઈ ભાણજીભાઈ નગવાડિયા (22) રહે. મંગળપુર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મારામારી ઇજા

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા નીતિનભાઈ જેઠાભાઈ સાગઠીયા (45)ને મારામારીના બનાવમાં ઈજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News