મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું


SHARE







મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલ યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલા રાજકોટના મોટીવાવડી ગામે રહેતા યુવાનનું મોત નિપજ્યું છે જ્યારે વાંકાનેર નજીક વઘાસિયા ગામ પાસે આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને ગળાફાંસો ખાઈ લીધું હોય તેનું મોત નીપજ્યું છે તે બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

રાજકોટમાં મોટી વાવડી ખાતે રહેતો પ્રીતકુમાર નંદલાલ ભાલોડીયા (27) નામનો યુવાન મોરબી હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે બાયપાસના ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ગંભીર રીતે ઈજા પામેલા પ્રીતકુમાર ભાલોડીયાને 108 મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ રાજસ્થાનનું રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ગામની સીમમાં ટી.આર.રિફેકટરીઝ નામના કારખાનાના કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મુન્નાભાઈ રામચંદ્ર ભીલ (23) નામનો યુવાને કારખાનામાં કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતુ અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની જગદીશભાઈ કણસાગરા (59) રહે. ધર્મનગર સોસાયટી પંચાસર રોડ વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News