મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં


SHARE









હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં

હળવદ માંથી પસાર થતી નર્મદાની કેનાલમાં ડૂબી જવાના કારણે 40 વર્ષના યુવાનનું મોત નિપજ્યું છે જ્યારે મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલા યુવાનને શોધવા છતાં મોડી સાંજ સુધી તેનો કોઈ પતો લાગેલ નથી જેથી ફાયરની ટીમ દ્વારા આજે સવારથી ફરી કેનાલમાં યુવાનની શોધખોળ હાથ ધરશે.

હળવદ શહેરમાં વનવગડો હોટલની પાછળથી પસાર થતી નર્મદાની કેનાલમાં હળવદના કણબીપરા ખાતે રહેતા જયસુખભાઈ દિલાભાઈ પટેલ (40) નામનો યુવાન ન્હાવા માટે ગયો હતો ત્યારે કોઈ કારણોસર કેનાલમાં ડૂબી ગયો હતો આજેથી કરીને આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કેનાલમાં ડૂબી ગયેલા યુવાને શોધવા માટેની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન તેના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં રાજસ્થાની યુવાન કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી આ બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયરની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને કેનાલમાં ડૂબી ગયેલ યુવાનને શોધવા માટેની શોધખોળ હાથ ધરી હતી જોકે કેનાલમાં ડૂબી ગયેલ વ્યક્તિનો મોડી સાંજ સુધી કોઈ પતો લાગ્યો ન હતો જેથી આજે સવારથી ફાયરની ટીમ દ્વારા ફરીથી શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી માહિતી ફાયર વિભાગના અધિકારી જયેશ ડાકી પાસેથી જાણવા મળેલ છે.




Latest News