મોરબી નજીકથી પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જવાનો મામલે: વધુ બે ની ધરપકડ મોરબીના મચ્છુ-2 ડેમ નજીક આવેલ પુલ ઉપરની નીચે ઝંપલાવીને યુવતીએ કર્યો આપઘાત મોરબી : વિન્ટેલ ફાઉન્ડેશનએ શિક્ષણ સહાય અર્થે શાળાને એક લાખનું અનુદાન અર્પણ કર્યું મોરબીમાં ઓમ વીવીઆઈએમ કોલેજમાં યુવતીઓ માટે જાગૃતિનો સેમીનાર યોજાયો મોરબીના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો આવશે કાયમી અંત મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજાઇ મોરબીમાં રિપેરિંગ માટે 33 દિવસથી બંધ રાખવામા આવેલ પાડાપુલ કામ પૂરું થઈ જતાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકયો વાંકાનેર ખાતે ૨૦ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી તપનભાઇ દવેનું હળવદ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરાયુ સન્માન


SHARE













મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી તપનભાઇ દવેનું હળવદ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરાયુ સન્માન

હળવદ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સેવાભાવી નવયુવાન, રાષ્ટ્રભક્ત અને ગૌભક્ત યુવા નેતા તપનભાઈ દવેની મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે થયેલી નિયુક્તિ નિમિત્તે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ શહેરના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલેખનીય છે કે, તપનભાઈને નૂતન જવાબદારી બદલ અત્યાર સુધી માં ૨૦ થી વધુ સંસ્થા દ્વારા સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું છે

આ પ્રસંગે મોરબી જિલ્લા મુખ્ય સરકારી વકીલ વિજયભાઈ જાની, હળવદ નગરપાલિકા પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિપીનભાઈ દવે, પૂજ્ય દીપકદાશજી મહારાજ, નવલભાઈ શુક્લ, ભગતભાઈ રાવલ સહિત આગેવાનો હાજર રહી તપનભાઈ દવેને શુભેચ્છાઓ પાઠવી હતી. ખાસ કરીને વક્તાઓએ જણાવ્યું હતું કે તપનભાઈ દવે સમાજ અને રાષ્ટ્રસેવામાં સતત કાર્યરત રહી સમાજમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. ગૌસેવા, માનવસેવા અને આરોગ્યલક્ષી સેવાઓમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તેઓ દ્વારા નેત્રયજ્ઞ કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, વિધવા સહાય, આયુષ્માન કાર્ડ કેમ્પ તથા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા અનેક જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાનું કાર્ય કરવામાં આવ્યું છે. આટલુ જ નહી તપનભાઈ દવેની સફળતા પાછળ તેમના પરિવારનો વિશેષ સહયોગ રહ્યો છે. તેમના પિતા રાજુભાઈ દવે, માતુ વર્ષાબેન દવે, ધર્મપત્ની વંદનાબેન દવે, ભાઈ વિરલભાઈ તેમજ ભાઈજી બિપીનભાઈ દવેનો સતત પ્રોત્સાહન અને સહકાર મળતો રહ્યો છે. સાથે જ તપનભાઈનો પરિવાર જનસંઘ સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે સક્રિય રીતે જોડાયેલો હોવાનું પણ જણાવાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મ સમાજના પ્રમુખ જિજ્ઞાસુભાઈ પંચોલી, મયુરભાઈ મહેતા, વિપુલભાઈ દવે, કેદારભાઈ રાવલ સહિત યુવા બ્રહ્મબંધુઓએ વિશેષ જહેમત ઉઠાવી હતી.




Latest News