વાંકાનેરમાં આવતી કાલે (રવિવારે) સુન્ની મુસ્લિમ સમાજનાં છઠ્ઠા સમૂહલગ્ન
વાંકાનેરના જોધપર ખારી પાસે ડમ્પર પાછળ સીએનજી રીક્ષા ઘૂસી જતાં એકનું મોત, પાંચને ઇજા
SHARE
વાંકાનેરના જોધપર ખારી પાસે ડમ્પર પાછળ સીએનજી રીક્ષા ઘૂસી જતાં એકનું મોત, પાંચને ઇજા
વાંકાનેર તાલુકાના જોધપર ખારી પાસે સીએનજી રીક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષા ચાલક સહિત કુલ મળીને છ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી અને રિક્ષા ચાલકને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું છે અને અન્ય પાંચ ઇજાગ્રસ્તોને હાલમાં રાજકોટ ખાતે સારવાર કરવામાં આવે છે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અકસ્માતનાં બનાવની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં જોધપર ખારી ગામ પાસેથી સીએનજી રીક્ષા અને ડમ્ફર પસાર થતા હતા ત્યારે આગળ જઈ રહેલા ડમ્પરના પાછળના ભાગમાં રિક્ષા ચાલકે પોતાની રિક્ષા ઘૂસળી દીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં રીક્ષા ચાલક સહિત રિક્ષામાં બેઠેલા છ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને તેઓને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે છ વ્યક્તિ પૈકીના રિક્ષાચાલકને વધુ ઈજાઓ થઈ હોવાથી તેનું મોત નિપજ્યું છે
હાલમાં અકસ્માતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ભાનુભાઇ કરમશીભાઈ ભાલીયા જાતે કોળી (ઉંમર ૫૨) રહે. ભલગામ વાળા પોતાની સીએનજી રીક્ષામાં રાજાવડલા ગામના રહેવાસી હુસેનભાઇ અલાઉદ્દીન વડાવીયા (ઉંમર ૬૦), અબ્દુલભાઈ અલાઉદ્દીન વડાવીયા (ઉંમર ૪૮), અફ્ઝ્લભાઇ અબદુલભાઇ વડાવીયા (ઉંમર ૨૪), ગોરધનભાઈ આંબાભાઈ સોલંકી (ઉંમર ૫૪) અને કાસમભાઈ ઉસ્માનભાઈ ખોરજીયા (ઉંમર ૪૦) ને બેસાડીને જોધપર ખારી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની રીક્ષા આગળ જતાં ડમ્પરમાં પાછળના ભાગે ઘૂસી ગઇ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં રિક્ષાચાલક ભાનુભાઈનું મૃત્યુ નિપજયું છે અને અન્ય પાંચ મુસાફરો જે રિક્ષામાં બેઠા હતા તેઓને ઇજા થઇ હોવાથી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે તેઓને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે