મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદ નજીક બોલેરો ગાડીના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા એક યુવાનનું મોત


SHARE









હળવદ નજીક બોલેરો ગાડીના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા એક યુવાનનું મોત

હળવદમાં જોગણી માતાના મંદિર પાસે ડબલ સવારી બાઈકને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલા એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બોલેરો ગાડીને ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના જીઆઇડીસી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ઇદ્રીશભાઈ રસુલભાઈ માણેક (25) એ બોલેરો ગાડી નંબર જીજે 12 બીઝેડ 2264 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ ચાર રસ્તા પાસે જોગણી માતાજીના મંદિર નજીકથી તેઓ ડબલ સવારી બાઈક નંબર જીજે 3 બીકે 8504 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બોલેરો ગાડીના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં બાઈકમાં પાછળના ભાગે બેઠેલ સાહેદ હમીરભાઇને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું અને આ બનાવમાં ફરિયાદી તેમજ બોલેરો ગાડીમાં બેઠેલા વ્યક્તિઓને પણ ઇજા થઈ હતી જેથી તેઓને પણ સારવાર માટે લઈને આવ્યા હતા અને હાલમાં બાઇક ચાલક યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાળક સારવારમાં

મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા પરિવારનો જીત ભરતભાઈ ચાવડા નામનો ૧૩ વર્ષનો બાળક વજેપરથી જેલ રોડ તરફ બાઈક પાછળ બેસીને જતો હતો ત્યારે રસ્તામાં બાઈકમાંથી પડી ગયો હોય સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.જ્યારે વાંકાનેરના હસનપર રેલ્વે સ્ટેશન પાસે રહેતા વિપુલભાઈ મધુભાઈ વિજવાડીયા નામના ૨૬ વર્ષના યુવાનને ઘર પાસે મારામારીમાં ઈજા થતા સારવાર માટે અત્રેની સિવિલે ખસેડવામાં આવ્યો હતો.




Latest News