મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા સ્ટેમ્પ વેન્ડરે વ્યાજે લીધેલા 11 લાખ સામે 2.43 કરોડ ચૂકવી દીધા તો પણ પઠાણી ઉઘરાણી ચાલુ: બે સામે ફરિયાદ


SHARE









મોરબીમાં રહેતા સ્ટેમ્પ વેન્ડરે વ્યાજે લીધેલા 11 લાખ સામે 2.43 કરોડ ચૂકવી દીધા તો પણ પઠાણી ઉઘરાણી ચાલુ: બે સામે ફરિયાદ

મોરબીમાં રહેતા સ્ટેમ્પ વેન્ડરને વર્ષ 2023 માં રૂપિયાની જરૂર હોવાથી તેણે બે શખ્સો પાસેથી 11 લાખ રૂપિયા અઠવાડિયે તથા મહિને પાંચ ટકા વ્યાજ લેખે લીધેલા હતા જેની સામે તેણે અત્યાર સુધીમાં 2.43 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ તેની પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને જો રૂપિયા નહીં આપે તો ફરિયાદી તથા તેના પરિવારને ઘરબાર વગરના કરી નાખવાની ગર્ભિત ધમકી આપવામાં આવે છે જેથી ભોગ બનેલા સ્ટેમ્પ વેન્ડર દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર એમ-764 માં રહેતા સુરેશભાઈ પ્રાગજીભાઈ ભાડજા (60)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ રામજીભાઈ ભાલોડીયા અને અશ્વિનભાઈ રામજીભાઈ ભાલોડીયા રહે. બંને આર્યનગર સોસાયટી જીઆઇડીસી સામે સનાળા રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીને ધંધા માટે રૂપિયાની જરૂર હતી જેથી તેણે આરોપીઓ પાસેથી રોકડા 11 લાખ રૂપિયા દર અઠવાડિયે તેમજ મહિને પાંચ ટકા લેખે વ્યાજે લીધેલા હતા અને વ્યાજના આજ દિન સુધીમાં કુલ મળીને 2.43 કરોડ રૂપિયા આરોપીઓને ચૂકવી લીધેલ છે તેમ છતાં પણ આરોપીઓ દ્વારા વ્યાજની માંગણી કરીને જો રૂપિયા નહીં આપે તો ફરિયાદી તથા તેના પરિવારને ઘરબાર વગરના કરી નાખશે તેવી ધમકી આપવામાં આવે છે અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા સ્ટેમ્પ વેન્ડર દ્વારા હાલમાં નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News