લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી જગ્યાએથી પાણીપુરીનું પાણી અને જુદાજુદા શાકના નમૂના મનપાના ફૂડ વિભાગે લીધા


SHARE





મોરબીમાં જુદીજુદી જગ્યાએથી પાણીપુરીનું પાણી અને જુદાજુદા શાકના નમૂના મનપાના ફૂડ વિભાગે લીધા

મોરબી શહેરમાં નેહરુ ગેટ નાસ્તા ગલી, સનાળા રોડ ભક્તિ નગર સર્કલ પાસે ટોટલ 16 જગ્યા ફૂડ વિભાગે ચેક કર્યું હતું અને જુદીજુદી જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં પાણીપુરીનું પાણી અને જુદાજુદા શાકના નમૂના લીધા છે અને તેને લેબમાં મોકલાવવામાં આવશે તેવું અધિકારી જણાવ્યુ છે.

મોરબીમાં ફુડ શાખા દ્વારા જિલ્લાના ફૂડ અધિકારી નીરવભાઈ ચૌધરી અને મોરબી મહાનગર પાલિકાના ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર હિમાનીબેન ત્રિવેદી દ્વારા મોરબી શહેરમાં નેહરુ ગેટ નાસ્તા ગલી, સનાળા રોડ ભક્તિ નગર સર્કલ પાસે ટોટલ 16 ખાધ્ય પદાર્થની પેઢીની તપાસ હાથ ધરવામાં આવી હતી અને ટોટલ 10 નમૂના લેવામાં આવ્યા જેમાંથી 8 સર્વેલન્સ સેમ્પલ તથા 2 એન્ફોર્સમેંટ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં વિશ્રાંતિ ગૃહ હોટલમાંથી બટેકાનું શાક, ઢોકડીનું શાક તથા સેવટમેટાનું શાકના નમૂના લેવામાં આવ્યા હતા., શિવા પાણીપૂરીમાંથી પાણીપુરીના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે, વિશ્વાસ નાસ્તાહાઉસમાંથી બટેકાનું શાક, ભેળ, મીક્ષભજીયાના નમૂના લેવામાં આવ્યા છે તો ભક્તિનગર સર્કલ પાસે આવેલા BIGBOSS HOTEL માંથી પંજાબી શાકની ગ્રેવી અને દાળના નમૂના લેવામાં આવ્યા છે હાલમાં ફૂડ અધિકારી દ્વારા જે પણ નમૂના લેવામાં આવેલ છે તે લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવેલ છે આ નમૂના લેબોરેટરી ફેલ થસે તો FSSAI ACT.2006 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. આ ડ્રાઇવમાં ટોટલ 7 કિલો ચટણી અને 10 લિટર દાજયું તેલનો હોટલ અને રેસ્ટોરન્ટમાંથી નાશ કરાયો હતો




Latest News