મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન


SHARE













મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન

મોરબી જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી  સામાજિક સેવાઓ કરી રહેલ સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં પાંચ સમૂહ લગ્નોમાં ૨૨૩ દીકરીઓના લગ્ન કરવવામાં આવ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સંસ્થા દ્વારા છઠ્ઠા સમૂહલગ્નનું આયોજન કર્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં સર્વજ્ઞાતિની દીકરીઓનો સમાવેશ કરવામાં આવશે અને ખાસ કરીને માતા-પિતા વગરની દીકરીને પ્રધ્યન આપવામાં આવશે. તેવું આયોજકોએ જણાવ્યુ છે. 

સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા મોરબી શહેર ખાતે તા.૦૫/૦૫/૨૦૨૬ એ સર્વજ્ઞાતિ દીકરીઓનો છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ સમૂહલગ્નમાં કોઈપણ દાતા સહકાર આપવા ઇચ્છતા હોય અને દીકરીઓને ભેટ કે કરિયાવર અથવા તો રોકડ અનુદાન આપવા ઈચ્છુક હોય તો તેઓએ આયોજકોનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે. હાલમાં લગ્ન નોંધણી ફોર્મ ભરવાનું ચાલુ છે અને આ સમૂહ લગ્નોત્સવના સમયે કન્યાની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ અને દીકરાની ઉંમર ૨૧ પૂર્ણ હોય તેઓએ જ ફોર્મ ભરવા માટે આયોજકોએ જણાવ્યુ છે. આ લગ્નોત્સવમાં જોડાવવા માંગતા પરિવારો તા. ૧૫/૦૩ થી ૦૧/૦૪ સુધીમાં ફોર્મ ભરવા છે અને આ સંસ્થાનું કાર્યાલય સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાતપહેલામાળ, ન્યુ કોમ્પલેક્ષ, બસ સ્ટેશન રોડ, વાંકાનેર ખાતે આવેલ છે અને વધુ માહિતી માટે કાર્યાલય મંત્રી મુકેશભાઇ (84888 90248) તેમજ જીતુભાઈ (63527 33601) અને મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર જીલ્લા પંચાયતની બાજુમાં, સો ઓરડી ચોક, મોરબી-૨ ખાતે પ્રભાબેન (95372 48950) તેમજ ટંકારા માટે ઉષાબેન રાઠોડ (9925849395)નો સંપર્ક કરવાનો રહેશે અને વહેલા તે પહેલાનાં ધોરણે લગ્ન નોંધણી કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે.






Latest News