મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ


SHARE







મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ

મોરબી મ્યુનિ.કોર્પો. જાહેર જનતાની સુખાકારી માટે ભવ્ય સાંસ્કૃતિક ઓડિટોરીયમનું નિર્માણ કરવા જઈ રહ્યું છે. ત્યારે તેનું નામ મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ રાખવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

મોરબી રાજવી પરિવારે મોરબીના સાંસ્કૃતિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ માટે તા.૩૧-૧-૧૯૬૩ ના રોજ મહારાજા મહેન્દ્રસિંહજી ટાઉન હોલનું લખલૂટ ખર્ચે નિર્માણ કર્યુ હતુ. અને મોરબીની જનતાને અર્પણ કર્યું હતો અને મોરબીની જનતાના સવિશેષ આગ્રહથી મહારાજા મહેન્દ્રસિંહજીનું સ્ટેચ્યુ પણ મુકવામાં આવેલ છે. જે બંને હાલ મ્યુ.કોર્પો.ની પ્રિમાઈસીસમાં મોજૂદ છે. હાલમાં સમસ્ત મોરબીની આમજનતા તથા રાજપુત સમાજ સહયોગી સંસ્થાઓએ આ અંગે તંત્રને રજુઆત કરતાં જણાવેલ છે કે, મ્યુ.કોર્પો. સુચિત ઓડિટોરીયમનું નિર્માણ કરે છે ત્યારે ઓડિટોરીયમનું નામકરણ મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ રાખવામાં આવે તેમજ મહારાજા મહેન્દ્રસિંહજીનું સ્ટેચ્યુ પણ ત્યાં મુકવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે. મોરબીના રાજવી પરિવારે લોકો માટે અનેક સુખાકારીના કાર્યો કર્યા છે. અને આ ઈતિહાસને બદલી ન શકાય. નવા સંસ્કરણો નવા પ્રોજેકટ આવકાર્ય છે પરંતુ ઈતિહાસ તો અંતે ઈતિહાસ જ રહે છે અને રહેશે. જેથી કરીને લોકોની રજુઆતને લઈને યોગ્ય કરવા માટે રાજપુત સમાજના આગેવાન કનકસિંહ ડી. જાડેજાએ તંત્રને રજૂઆત કરેલ છે.






Latest News