મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે


SHARE











મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પરિણીતા કામ સબબ મોરબી આવતા હતા.ત્યારે અજાણ્યા વ્યક્તિ સાથે બાઇકમાં લિફ્ટ માંગીને સાથે ગયા હતા.દરમિયાન પરિચય થતા નોકરી અપાવી દેવાની વાત થઈ હતી.ત્યારબાદ મોરબી ખાતેથી તે પરિણીતાનું અપહરણ કરીને તેણીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.જેની ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પરિણીતા કામ સબબ નીકળ્યા હતા.ત્યારે એક અજાણ્યા ઈસમ સાથે બાઈકમાં લીફ્ટ લીધી હતી.ત્યારબાદ તે ઇસમ બોલેરોનું ડ્રાઇવિંગનું કરતો હોય તેની સાથે બોલેરોમાં ગયા હતા.દરમ્યાનમાં મહિલાને નોકરીની જરૂર હોય નોકરીની વાતચીત થઈ હતી.ત્યારે તે શખ્સે ભોગ બનેલ મહિલાને નોકરી અપાવી દેવાનું કહ્યું હતું અને બાદમાં તે ઈસમ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસેથી ભોગ બનેલી મહિલાને બોલેરોમાં બેસાડીને લઈ ગયો હતો.અને બાદમાં હળવદ-ધાંગધ્રા વચ્ચે આવેલ સોલડી ટોલનાકા નજીક તે પરણીતા સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું.જે અંગે ભોગ બનેલ પરિણીતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેની તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ વી.એલ.વાઘેલા તથા રાઇટર ભાવેશ ગઢવી ચલાવી રહ્યા હોય તેઓએ તપાસ કરીને પરણીતાને નોકરીની લાલચ આપી તેણીની સાથે દુષ્કર્મ આચરનાર સુનિલ ગોવિંદભાઇ પરમાર દલવાડી (૨૮) રહે.રામગઢ (વિરેન્દ્રગઢ) તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગરની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના ચાંચાપર ગામે રહેતા વિશાલ પ્રેમજીભાઈ બામણીયા નામના ૧૯ વર્ષના યુવાને વાડીએ દવા પી લેતા તેને અહીં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં સામે આવ્યુ હતુ કે તે મજૂર યુવાનના પત્નીને વતનમાં જવું હોય અને થોડા દિવસ પછી જઈશું તેમ કહ્યું હતું તેથી ઝઘડો થયો હતો જેનું લાગી આવતા વિશાલે ઉપરોક્ત પગલું ભરી લેતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તેમજ જેતપર રોડ પાવડીયારી પાસેના કારખાના નજીક મારામારીના બનાવમાં ઈજા પામેલા દેવેન્દ્ર સુરેન્દ્રભાઈ યાદવ નામના ૩૪ વર્ષના યુવાનને સારવાર માટે જેતપર પીએચસી ખાતે લઈ જવામાં આવ્યો હતો.

ઇન્ટાગ્રામમાં મુકેલા મેસેજ બાબતે ઝઘડો

મોરબીમાં ઇન્ટાગ્રામમાં મૂકવામાં આવેલા મેસેજ બાબતે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો અને ફોનમાં ગાળો તેમજ ધમકી આપવામાં આવી હતી જે બાબતે સચિન રમેશભાઈ ભટ્ટી વાણંદ (૨૪) રહે.લાલપરએ તાલુકા પોલીસ મથક ખાતે આમીન હમીરભાઈ ઠેબા રહે.લાલપર તા.જી.મોરબી સામે ફરિયાદ નોંધાવી હતી.જેથી તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરિયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માત

મોરબીના સુભાષ રોડ નવયુગ ગારમેન્ટ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલા વિપુલ અરજણભાઈ લાંબરીયા (૧૮) રહે.વીસીપરા વિજયનગર પાસે તેમજ દિપક વિનોદભાઈ સિંધવ (૨૩) રહે.ઘુંટુને ઈજા થઈ હોય બંનેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબી વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાં રહેતો કાર્તિક બેચરભાઈ નામનો ૨૮ વર્ષનો યુવાન શનાળા બાયપાસ નજીક બાઇકમાંથી પડી ગયો હોય તેને અત્રેની ૐ ઓર્થોપેડિકલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.






Latest News